ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Rndeep Hooda: 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'નું શૂટિંગ પૂરું, ક્રુ મેમ્બર્સને કહી  મોટી વાત - સ્વતંત્ર વીર સાવરકરનું શૂટિંગ પુર્ણ

બોલિવુડ એક્ટર રણદીપ હુડ્ડાએ તેની આગામી ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. જેનો વીડિયો તેણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તેમની સમગ્ર ટીમ, સ્ટારકાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ સહિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

રણદીપ હુડ્ડાએ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'નું શૂટિંગ પૂરું કર્યું, સમગ્ર ટીમનો આભાર માન્યો
રણદીપ હુડ્ડાએ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'નું શૂટિંગ પૂરું કર્યું, સમગ્ર ટીમનો આભાર માન્યો

By

Published : Jun 23, 2023, 9:43 AM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડાએ તેની આગામી ફિલ્મ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. ગુરુવારે અભિનેતાએ ફિલ્મના શૂટિંગ શેડ્યૂલને સમાપ્ત કર્યા પછી તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિઓ પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે ફિલ્મની ટીમના સભ્યો સાથે શૂટિંગ પૂર્ણ થયાની ઉજવણી કરી હતી. વિડિયોમાં ફિલ્મના નિર્માણની ઘણી ખાસ ક્ષણો સામેલ છે.

ફિલ્મનુું શૂટિંગ પૂર્ણ: વીડિયો પોસ્ટ કરવાની સાથે રણદીપે કેપ્શન લખ્યું, 'વીર સાવરકર ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ માટે હું ફિલ્મની સમગ્ર ટીમ, કાસ્ટ અને ક્રૂનો હૃદયપૂર્વક આભાર માનું છું. જેમણે સારા અને ખરાબ સમયમાં મારી સાથે દિવસ-રાત કામ કર્યું અને આ શક્ય બનાવ્યું. છેવટે, હવે હું મારી પસંદગીનો ખોરાક ખાઈ શકું છું. બાય ધ વે, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન મેં શું ખાધું અને શું ન ખાધું તે અંગે ઘણી ગેરસમજ છે. હું આ વિશે પણ ટૂંક સમયમાં અપડેટ કરીશ.

ફિલ્મ સ્ટારકાસ્ટ: થોડા સમય પહેલા આ ફિલ્મના ફર્સ્ટ લુકે ભારે ધૂમ મચાવી હતી, તેની સાથે જ થોડા સમય પહેલા ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જે તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ દરમિયાન રણદીપ પોતે જ 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'નું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મ સાથે તે પહેલીવાર દિગ્દર્શનમાં હાથ અજમાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મમાં રણદીપ ઉપરાંત અભિનેત્રી અંકિતા લોખંડે, અમિત સિયાલ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

  1. First Runner Up In Mrs India: ડૉ. મૃણાલિની ભારદ્વાજે મિસિસ ઈન્ડિયા સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપનો ખિતાબ જીત્યો
  2. Adipurush : કૃતિ સેનનની માતાએ 'આદિપુરુષ'ને કર્યો સપોર્ટ, યુઝર્સે કહ્યું- પહેલા તમારી દીકરીને સમજાવો
  3. Adipurush Collection Day 6 : બોક્સ ઓફિસ પર આદિપુરુષ ઉંધા માથે પછડાઈ, જાણો 6 દિવસમાં કેટલા કમાણી

ABOUT THE AUTHOR

...view details