ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Ranbir Kishore Biopic: સૌરવ ગાંગુલી કે ગાયક કિશોર કુમાર, જાણો અહિં રણબીર કપૂર કોની બાયોપિક પર કામ કરશે - Sourav Ganguly and Ranbir Kapoor

બોલિવુડના અભિનેતા રણબીર કપૂર એક બાયોપિકમાં કામ કરવા જઈ રહ્યાં છે. પરંતુ એક અટકળો વહેતી થઈ છે, તે છે રણબીર સામે દિવંગત પ્લેબેક કિશોર કુમારની અને ક્રકેટર સૌરવ ગાંગુલીની એમ બે બાયોપિક છે. હવે અભિનેતાએ આ બાયોપિક અંગે ખુલાસો કર્યો છે. તો ચાલો જાણીએ અહિં તેઓ કોની બાયોપિક પર કામ કરશે.

સૌરવ ગાંગુલી કે ગાયક કિશોર કુમાર, જાણો અહિં રણબીર કપૂર કોની બાયોપિક પર કામ કરશે
સૌરવ ગાંગુલી કે ગાયક કિશોર કુમાર, જાણો અહિં રણબીર કપૂર કોની બાયોપિક પર કામ કરશે

By

Published : Feb 27, 2023, 4:48 PM IST

મુંબઈ: બોલિવુડના ફેમસ એક્ટર રણબીર કપૂરે દિવંગત પ્લેબેક સિંગર કિશોર કુમારની અને ક્રિકેટર સૌરવ ગાંગુલીની બયોપિકને લઈ મોટો ખુલાશો કર્યો છે. તેઓ હાલ 'તુ જુઠી મેં મક્કાર' ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આગાઉ તેમની ફિલ્મ 'બ્રમ્હાસ્ત્ર'એ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી હતી. જાણો અહિં રણબીર અનુરાગ બાસુ સાથે કઈ ફિલ્મની તૈયારી કરી રહ્યાં છે ?

આ પણ વાંચો:Champions Of Change Award 2021: જુહી ચાવલા, આર. માધવન ચેમ્પિયન્સ ઓફ ચેન્જ એવોર્ડથી સન્માનિત, જુઓ વીડિયો

કિશોર કુમારની બાયોપિકમાં રણબીર: રણબીર કપૂરે ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'ના પ્રમોશન દરમિયાન કહ્યું હતું કે, તેઓ સૌરવ ગાંગુલીની બાયોપિક વિશે કંઈ જાણતા નથી અને ન તો તેમને કોઈ ફિલ્મની ઓફર કરવામાં આવી છે. પરંતુ રણબીરે એમ પણ કહ્યું હતું કે, દાદા સૌરવ ગાંગુલીની બાયોપિક લોકોને આકર્ષિત કરશે. ઓફર થઈ નથી, તે તેનું દુર્ભાગ્ય છે. આ પછી રણબીરે કહ્યું કે, તે પ્લેબેક સિંગર કિશોર કુમારની બાયોપિકમાં જોવા મળશે. તે છેલ્લા 11 વર્ષથી આ પર કામ કરી રહ્યો છે. રણબીર અનુરાગ બાસુ સાથે મળીને આ ફિલ્મની તૈયારી કરી રહ્યો છે.

તુ જુઠી મેં મક્કાર ફિલ્મ રિલીઝ ડેટ: બોલિવૂડનો ચાર્મિંગ એક્ટર રણબીર કપૂર આ દિવસોમાં પોતાની ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'ને લઈને ચર્ચામાં છે. રણબીર દેશના અલગ અલગ રાજ્યોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ હોળીના અવસર પર તારીખ 8 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. રણબીર પણ ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'થી ધમાકેદાર મૂડમાં છે. આ પહેલા રણબીર કપૂરે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી.

આ પણ વાંચો:Zee Cine Awards 2023: આલિયાને મળ્યો બેસ્ટ એક્ટર ફિમેલ એવોર્ડ, ગંગુબાઈએ પોસ્ટ કરી શેર

સૌરવ ગાંગુલી સાથેની મુલાકાત: વે તે 'તુ જૂઠી મેં મક્કર' સાથે એવો જ કરિશ્મા કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાલમાં જ તે ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કર'ના પ્રમોશન માટે કોલકાતાના પ્રખ્યાત ક્રિકેટ સ્ટેડિયમ ઈડન ગાર્ડન્સ પહોંચ્યા હતા. ત્યાં તેમની મુલાકાત ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે થઈ હતી. બંને સ્ટાર્સ ઈડન ગાર્ડન્સના મેદાનમાં સ્પોર્ટી લુકમાં જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, દિગ્ગજ ખેલાડી સૌરવ ગાંગુલીની બાયોપિકમાં રણબીર કપૂર જોવા મળશે. પરંતુ અહીં રણબીરે સ્પષ્ટ કર્યું કે તેની પાસે આવી કોઈ ફિલ્મની ઓફર નથી. આ દરમિયાન તેણે એ પણ માહિતી આપી કે તે હિન્દી સિનેમાના દિવંગત પ્લેબેક સિંગર કિશોર કુમારની બાયોપિક પર કામ કરી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details