ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ એક્ટર રણબીર કપૂરે એક ઈન્ટરવ્યુમાં કરીના કપૂરના પિતા રણધીર કપૂરની માનસિક સ્થિતિ સારી ન હોવાનો (Ranbir kapoor statment) ખુલાસો કરીને લોકોને ચોંકાવી દીધા હતા. રણબીરે જણાવ્યું હતું કે, "તેના કાકા રણધીર ડિમેન્શિયાના પ્રારંભિક તબક્કામાં છે". રણબીર કપૂરના આ ખુલાસા બાદ કપૂર પરિવાર અને તેમના ફેન્સમાં ગભરાટ ફેલાયો છે. હવે રણધીર કપૂર પોતે સામે આવ્યા છે અને રણબીરના આ ખુલાસાનો જવાબ આપ્યો (Rabir kapoor statement on randhir kapoor reaction) છે.
રણબીરે રણધીર કપૂરને લઇને આ વાત પણ કહી:તાજેતરમાં જ રણબીર કપૂરે ઇન્ટરવ્યૂમાં રણધીર કપૂરને લઇને એ વાત પણ ઉજાગર કરી હતી કે, "ફિલ્મ 'શર્માજી નમકીન' જોયા બાદ રણધીર કપૂરે ઋષિ કપૂર સાથે વાત કરવા કહ્યું હતું, જ્યારે આ વાત પર રણધીર કપૂરનું કહેવું છે કે, મેં એવુ કઇ પણ કહ્યું નથી, હું હાલ જ ગોવા ફેસ્ટિવલમાંથી પરત ફર્યો છું".
આ પણ વાંચો:રિવીલિંગ ગાઉનમાં નિક્કી તંબોલીનો બોલ્ડ જલવો, જુઓ તસવીરો