હૈદરાબાદ : તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ એનિમલથી રણબીર કપૂરે સિદ્ધ કરી દીધું છે કે, તે હિન્દી સિનેમાનો આગામી સુપરસ્ટાર છે. એનિમલ એક એવી ફિલ્મ છે જેનું નામ દરેક વ્યક્તિની જીભ પર છે. એનિમલમાં રણબીર કપૂરનું પાત્ર એટલું ડાર્ક છે કે જે તેને જુએ છે તે આકર્ષિત થઈ જાય છે. રણબીર કપૂર હાલમાં ફિલ્મ એનિમલથી બોક્સ ઓફિસ પર રાજ કરી રહ્યો છે. આ ફિલ્મે 12 દિવસમાં બોક્સ ઓફિસ પર 750 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. કોરોનાકાળ બાદ પોતાની ત્રણ ફિલ્મોથી 100 કરોડ રૂપિયાની કમાણી કરવાની હેટ્રિક નોંધાવનાર રણબીર પહેલો એક્ટર બની ગયો છે.
કોરોનાકાળ પહેલા રણબીરનું કરિયર :કોરોનાકાળ પહેલા રણબીર કપૂરની ફિલ્મ સંજૂ રિલીઝ થઈ હતી, જે રણબીર કપૂરના કરિયરની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી. સંજૂ (2018) નું અત્યાર સુધીમાં વર્લ્ડવાઈડ કલેક્શન 586 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત રણબીર કપૂરની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનાર પાંચ ફિલ્મોમાં બ્રહ્માસ્ત્ર (431 કરોડ), યે જવાની હૈ દીવાની (319.6 કરોડ), તું જૂઠી મેં મક્કાર (220 કરોડ) અને એ દિલ હૈ મુશ્કિલ (239.67 કરોડ) છે.
કોરોનાકાળ બાદ રણબીરનું કરિયર :કોરોનાકાળ બાદ રણબીર કપૂર શમશેરા (22 જુલાઈ 2022), બ્રહ્માસ્ત્ર (9 સપ્ટેમ્બર 2022), તું જૂઠી મેં મક્કાર (8 માર્ચ 2023) અને એનિમલ (1 ડિસેમ્બર 2023) માં જોવા મળ્યો હતો. રણબીર કપૂરે તેની ત્રણ ફિલ્મો બ્રહ્માસ્ત્ર, તું જૂઠી મેં મક્કાર અને એનિમલથી સતત રૂ. 100 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. રણબીર કપૂર કોવિડ બાદ 100 કરોડ ક્લબની સતત 3 ફિલ્મ આપનાર બોલીવૂડનો પહેલો સ્ટાર બની ગયો છે.