હૈદરાબાદ:રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર અને બોબી દેઓલ અભિનીત એક્શન-થ્રિલર ફિલ્મ 'એનિમલ'ને લઈને નિર્માતાઓમાં મૂંઝવણ હતી. છેલ્લા દિવસે એટલે કે, 2 જુલાઈએ ફિલ્મ 'એનિમલ'ની રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. ફિલ્મ 'એનિમલ' અગાઉ તારીખ 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થવાની હતી. સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2' અને અક્ષય કુમારની 'OMG 2' પણ આ દિવસે રિલીઝ થશે. આવી સ્થિતિમાં નિર્માતાઓએ કોઈ જોખમ લીધા વિના ફિલ્મની રિલીઝને સ્થગિત કરી દીધી અને હવે ફિલ્મની નવી રિલીઝ ડેટ સામે આવી છે.
Animal: 'એનિમલ'ની નવી રિલીઝ ડેટ જાહેર, આ ફિલ્મ 'સામ બહાદુર'-'ફુકરે 3' સાથે ટકરાશે - એનમિલ સામ બહાદુર અને ફુકરે 3 રિલીઝ ડેટ
રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ 'એનિમલ'ને નવી રિલીઝ ડેટ મળી ગઈ છે. જાણો આ ફિલ્મ હવે બોલિવુડમાં બોક્સ ઓફિસ પર વિકી કૌશલની ફિલ્મ સામ બહાદુર અને ફુકરે 3 સાથે ટક્કર થવા જઈ રહી છે. 'એનિમલ'ની તારીખ 11 ઓગસ્ટની રિલીઝ ડેટ મોકુફ રાખતા હવે માત્ર આ બે ફિલ્મ 'OMG 2' અને 'ગદર 2' ટકરાશે.
એનિમલની નવી તારીખ: રણબીર કપૂર અને રશ્મિકા મંદન્નાની પહેલી ફિલ્મ 'એનિમલ'ને નવી રિલીઝ ડેટ મળી ગઈ છે. 'અર્જુન રેડ્ડી' અને 'કબીર સિંહ' જેવી હાહાકાર મચાવતી ફિલ્મો બનાવી ચૂકેલા નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગાએ હવે ફિલ્મની રિલીઝ ડેટ તારીખ 11 ઓગસ્ટથી 1 ડિસેમ્બર 2023 સુધીની કરી દીધી છે. આ ફિલ્મ હવે શિયાળામાં સિનેમાઘરોમાં આવશે. ફિલ્મ એનિમલની સમસ્યા હજી પણ સમાપ્ત થઈ નથી, કારણ કે તારીખ 1 ડિસેમ્બર 2023ના રોજ બે મોટી ફિલ્મો પણ રિલીઝ થવા જઈ રહી છે.
અન્ય ફિલ્મની ટક્કર: જો રણબીર કપૂરની ફિલ્મ એનિમલ તારીખ 11 ઓગસ્ટે રિલીઝ થવા માટે તૈયાર હોત, તો ફિલ્મની બોક્સ ઓફિસ પર 'ગદર 2' અને અક્ષય કુમારની 'OMG 2' સાથે ટક્કર થઈ હોત. પરંતુ હવે આ ફિલ્મ તારીખ 1 ડિસેમ્બર 2023ના રોજ બોલિવુડમાં અભિનેતા વિકી કૌશલની ફિલ્મ 'સામ બહાદુર' અને સંપૂર્ણ કોમેડી ફિલ્મ 'ફુકરે 3' સાથે બોક્સ ઓફિસ પર ટકરાશે. આ ત્રણેય ફિલ્મો હવે એકસાથે રિલીઝ થશે.