ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Ranbir kapoor films: રણબીર કપૂર-અર્જુ કપૂર એક સાથે જોવા મળ્યા, તેઓ 'ઓપેનહેમર' જોવા ગયા - રણબીર કપૂર અર્જુન કપૂર એક સાથે ફિલ્મ જોઈ

બોલિવુડના ફેમસ અભિનેતા રણબીર કપૂર અને અર્જુન કપૂર એક સાથે ડિનર કરવા બહાર નિકળ્યા હતા. ત્યાર બાદ તેઓ લેટેસ્ટ રિલીઝ થયેલી હોલિવુડ ફિલ્મ 'ઓપેનહેમર' જોવા માટે થિયેટર તરફ ગયા હતા. એક પાપારાઝીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે, જેમાં બન્ને શાનદાર લુકમાં જોવા મળી રહ્યાં છે.

રણબીર કપૂર-અર્જુ કપૂર એક સાથે જોવા મળ્યા, તેઓ 'ઓપેનહેમર' જોવા ગયા
રણબીર કપૂર-અર્જુ કપૂર એક સાથે જોવા મળ્યા, તેઓ 'ઓપેનહેમર' જોવા ગયા

By

Published : Jul 22, 2023, 3:43 PM IST

Updated : Jul 22, 2023, 4:14 PM IST

હૈદરાબાદ: બોલિવુડના અભિનેતા અર્જુન કપૂર અને રણબીર કપૂર રાત્રી દરમિયન એક સાથે જોવા મળ્યા હતા. તેઓએ એક સાથે ડિનર કર્યું હતું અને મૂવી જોવા માટે પણ ગયા હતા. શુક્રવારે રાત્રે તેઓ ઘરથી બહાર નિકળ્યા હતા, જે તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેઓ એક સાથે રેસ્ટોરન્ટની બહાર નિકળતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ લેટેસ્ટ રિલીઝ થયેલી હોલિવુડની શાનદાર ફિલ્મ 'ઓપેનહેમર' જોવા માટે થિયેટર જતા જોવા મળ્યા હતા.

અર્જુન-રણબીરનો લુક: અર્જુન કપૂર બ્લેક ટી-શર્ટ, મેચિન્ગ જીન્સ અને એક ટોપી પહેરી હતી. તેઓ બ્લેક ચશ્મામાં આકર્ષક લાગી રહ્યા હતા. બીજી બાજુ રણબીરની વાત કરીએ તો, બ્લેક જીન્સ, ટોપી અને બ્લેક હુડી પહેરી હતી. તેમણે પોતાના ચાહકોનું અભિવાદન કર્યું હતું. વરસાદ હોવા છતા તેમણે ચાહકો સાથે સેલ્ફિ લેવા પોઝ આપ્યો હતો.

ચાહકોએ કર્યા વખાણ: સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોને જોઈ ચાહકો કોમેન્ટ બોક્સમાં રણબીર અને અર્જૂનના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે રણબીરના હાવભાવના વખાણ કર્યા હતા. તેમણે લખ્યુ હતુ કે, 'તેમણે પોતાના ખોડામાં લીધેલા બાળક સાથે એક મહિલાને કેટલા પ્રેમથી હામ મિલાવ્યો.' બીજા યુઝરે લખ્યુ છે કે, 'રણબીર હેન્ડસમ કપૂર.' અન્યએ લખ્યું, 'હેન્ડસમ અર્જુન બોલિવુડના રિયલ હીરો.'

રણબીર-અર્જુનનો વર્કફ્રન્ટ:રણબીર કપૂર સંદીપ રેડ્ડી વાંગાની એક્શન થ્રિલર ફિલ્મ 'એનિમલ'માં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીરની સાથે રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર, બોબી દેઓલ જોવા મળશે. આ ફિલ્મ તારીખ 1 ડેસેમ્બરે સિનેમાઘરોમાં જોવા મળશે. જ્યારે અર્જુન કપૂર ભૂમિ પેડનેકરની સાથે નોયર થ્રિલર 'ધ લેડીકિલર'માં જોવા મળશે. આ સિવાય તેમની પાસે ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહ સાથે એક શિર્ષક વગરની રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે.

  1. Oppenheimer Vs Barbie: ઓપેનહેમર અને બાર્બીની બોક્સ ઓફિસ પર ટક્કર, જોરદાર કમાણી કરી
  2. Ranveer Singh: ફિલ્મ ગલી બોયની જોડી એરપોર્ટ જોવા મળી, મુંબઈથી યુપી રવાના
  3. Josephine Chaplin Death: ચાર્લી ચેપ્લિનની પુત્રી જોસેફ ચેપ્લિનનું અવસાન, 74 વર્ષની વયે પેરિસમાં લીધા અંતિમ શ્વાસ
Last Updated : Jul 22, 2023, 4:14 PM IST

ABOUT THE AUTHOR

...view details