ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Ranbir and Alia Wedding Date: રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવાની વાત પર લગાવી મહોર, આ છે તેનો વેડિંગ પ્લાન - રણબીર-આલિયા કરશે આ દિવસે લગ્ન

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Ranbir Kapoor and Alia Bhatt) સતત પાંચ વર્ષથી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'નું શૂટિંગ કરી રહ્યાં હતાં. તાજેતરમાં જ આ ફિલ્મનું શૂંટિગ પૂર્ણ થયું છે. આ વચ્ચે એવી વાત છે કે, આ શૂટિંગ દરમિયાન રણબીર અને આલિયા એકબીજાની નજીક આવી ગયાં છે, અને ત્રણ વર્ષથી એકબીજાને ડેટ પણ કરી રહ્યાં છે, ત્યારે હવે ફેન્સ એ ઇંતજારમાં છે કે, કપલ ક્યારે લગ્ન કરશે. આ વાત પર રણબીર કપૂરે (Ranbir and Alia Wedding Date) હવે મહોર લગાડી દિધી છે. રણબીર-આલિયા કરશે આ દિવસે લગ્ન..

Ranbir Kapoor and Alia Bhatt Wedding Date: રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવાની વાત પર લગાવી મહોર, આ છે તેનો વેડિંગ પ્લાન
Ranbir Kapoor and Alia Bhatt Wedding Date: રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવાની વાત પર લગાવી મહોર, આ છે તેનો વેડિંગ પ્લાન

By

Published : Mar 31, 2022, 2:31 PM IST

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડમાં હાલ ફિલ્મોની ચર્ચા ઓછી અને સેલેબ્સના અફેર, લવ સ્ટોરી, મેરેજ અને ડિવોર્સની ચર્ચાએ વેગ પક્ડયો છે. આ વખતે આ લિસ્ટમાં હાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ (Ranbir Kapoor and Alia Bhatt) નું નામ સામેલ છે. આ કપલ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ સંજોગોમાં ફેન્સ તેમના મેરેજની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે, ત્યારે રણબીરે કહી દીધુ છે કે તે આલિયા સાથે આ રીતે લગ્ન (Ranbir and Alia Wedding Date) કરશે.

Ranbir Kapoor and Alia Bhatt Wedding Date: રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવાની વાત પર લગાવી મહોર, આ છે તેનો વેડિંગ પ્લાન

રણબીર કપૂરે કર્યો ખુલાસો: એક ઇન્ટરવ્યૂમાં રણબીરને સવાલ કરવામાં આવ્યો હતો કે તે ક્યારે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરશે? રણબીરે આ વાતને ચકડોળમાં ફેરવ્યાં વગર જવાબ આપતા જણાવ્યું કે "તે આલિયા સાથે જલ્દી મેરેજ કરી લેશે, પરંતુ રણબીરે વેડિંગ ડેટ પરથી હજુ પડદો ઉઠાવ્યો નથી". ઉલ્લેખનીય છે કે રણબીરના આ નિવદેનથી હવે બન્નેના લગ્ન પાકા છે એ વાત પર કાયદેસર રીતે મહોર લાગી ગઇ છે.

Ranbir Kapoor and Alia Bhatt Wedding Date: રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવાની વાત પર લગાવી મહોર, આ છે તેનો વેડિંગ પ્લાન

આ પણ વાંચો:Rimi sen Fraud Case: 'ધૂમ' ફેમ રિમી સેનને લાગ્યો કરોડોનો ચૂનો, અભિનેત્રીએ ઠોક્યો કેસ

જાણો કપલના લગ્નની તારીખ વિશે: આ ઉપરાંત, રણબીરે કહ્યું કે તે લગ્નની તારીખ નહીં જણાવે, પરંતુ તે જલ્દી જ આલિયાના ઘરે બારાત લઇને પહોંચશે. રણબીર કપૂરે લોકડાઉન વચ્ચે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે "જો કોવિડ -19ની પરિસ્થિતિ ન આવી હોત તો તેણે આલિયા સાથે લગ્ન કરી લીધાં હોત".

Ranbir Kapoor and Alia Bhatt Wedding Date: રણબીર કપૂરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવાની વાત પર લગાવી મહોર, આ છે તેનો વેડિંગ પ્લાન

લગ્નની તૈયારીઓ શરૂ કરી:આ સદંર્ભે મુંબઈમાં રણબીરના બંગલાને રિનોવેટ કરી નવો શણગાર આપવાની તૈયારી થઇ રહી છે, જ્યારે તેના આ ધરનું કામ સમાપ્ત થશે, તેમ તેમ રણબીર આલિયા પણ તેના લગ્નની તૈયારીઓ શરૂ કરી દેશે. રણબીર અને આલિયાના પરિવારના સભ્યો પણ આ કપલને લઈને ખુશ છે.

રણબીર અને આલિયા પહેલીવાર કોઈ ફિલ્મમાં સાથે: રણબીર અને આલિયા પહેલીવાર કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા હતા અને બન્ને પ્રેમમાં પડ્યા છે. હવે આ કપલ લગ્ન પહેલા ફિલ્મી પડદે સાથે જોવા મળશે. પાંચ વર્ષે બનેલી આ જોડીની પહેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' આ વર્ષે 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ પણ વાંચો:Sumona Chakravarti Left Show: 'ધ કપિલ શર્મા શો'ની કોમેડિયન સુમોના ચક્રવર્તિ શો છોડી રહી છે?, જાણો

ABOUT THE AUTHOR

...view details