ન્યુઝ ડેસ્ક : આલિયા ભટ્ટ 12 એપ્રિલ સુધી કરણ જોહરની 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ના શૂટિંગમાં કામ કરશે. 13મી એપ્રિલે મહેંદી સેરેમની,(Mehndi Ceremony will start on 13th) 14મીએ મ્યુઝિક અને 16મીએ હલ્દી સેરેમની ઓજાશે. 17મીએ આલિયા અને રણબીરના લગ્ન થશે. આલિયા અને રણબીર પંજાબી વિધી વિધાન સાથે લગ્ન(Ranbir-Alia's Punjabi Wedding) કરશે.
હજી સુધી કંકોત્રીનું વિતરણ કરાયું નથી -આલિયા અને રણબીરે હજુ સુધી કોઈને કંકોત્રી આપી નથી. જોકે, કપૂર અને ભટ્ટ પરિવારે મહેમાનોને 14 થી 17 એપ્રિલ સુધી ફ્રી રહેવા માટે કહ્યું છે. રણબીર કપૂર સાથે વર્ષોથી કામ કરી ચૂકેલા તમામ ટેકનિશિયનને આમંત્રિત કરવામાં આવશે, જેમાં હેર-મેકઅપ આર્ટિસ્ટ, સ્પોટબોય, આસિસ્ટન્ટ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભટ્ટ અને કપૂર પરિવાર, અયાન મુખર્જી, ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તા, કરણ જોહર, આદિત્ય રોય કપૂર, વિકી કૌશલ-કેટરિના કૈફને પણ લગ્ન માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આલિયા ભટ્ટે ડાયરેક્ટર સંજય લીલા ભણસાલી અને શાહરૂખ ખાનને લગ્નમાં આમંત્રિત કરશે. તેમજ અર્જુન કપૂર, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને અનુષ્કા રંજનને પણ આમંત્રણ પાઠવશે.