લોસ-એન્જલોસઃઓસ્કાર એવોર્ડ સમારોહમાં RRRની ટીમ સજીધજીને ઓસ્કાર લેવા માટે પહોંચી છે. જ્યાં રામ ચરણ તેમની પત્ની આરાધના ઓસ્કાર એવોર્ડ મળતા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. અહીં RRR સ્ટાર્સે દુનિયાભરના કલાકારો વચ્ચે વટ પાડી દીધો છે. ફરી એકવખત સાઉથ સિનેમાનો દબદબો યથાવત રહેતો જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃRRR wins Oscar: RRRએ રચ્યો ઈતિહાસ, 'નાટુ-નાટુ' ગીતે જીત્યો ઓસ્કાર એવોર્ડ, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
નાટુ નાટુઃ ઓસ્કાર એવોર્ડ્સ 2023નું આયોજન અમેરિકાની ધરતી પર ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી રહ્યું છે. જ્યાં સમગ્ર દેશની નજર સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુપરહિટ ફિલ્મ RRR પર ટકેલી હતી. જોકે, આ ફિલ્મના એક ગીતે એવોર્ડ જીતી લેતા દરેક ભારતીયોની છાતી 56 ઈંચ સુધી ફૂલી ગઈ છે. અહીં RRRના સુપરહિટ ગીત નાટુ-નાટુંને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. આરઆરઆર ઓસ્કારમાં ઈતિહાસ બનાવી દીધો છે. આ પહેલા ગીતને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. અહીં પહોંચેલી RRRની આખી ટીમનો લુક પણ શાનદાર રહ્યો છે. જેમાં એસએસ રાજામૌલી, રામ ચરણ, ઉપાસના કામીનેની, જુનિયર એનટીઆર અદભૂત રેડ કાર્પેટ લુકમાં જોવા મળ્યા છે.