હૈદરાબાદઃસાઉથના સુપરસ્ટાર રામ ચરણ હાલમાં ખુબજ ખુશ છે. લગ્નના 11 વર્ષ બાદ અભિનેતા પિતા બન્યા છે. રામ ચરણની પત્ની ઉપાસનાએ લગ્નના 11 વર્ષ બાદ તેમને પુત્રીના રૂપમાં એક સુંદર ભેટ આપી છે. મેગા સ્ટાર ચિરંજીવીના સ્ટાર પુત્ર રામ ચરણના ઘરે તારીખ 20 જૂનની રાત્રે પુત્રીનો જન્મ થયો હતો. આખો મેગાસ્ટાર પરિવાર રામ ચરણ અને ઉપાસનાના લગ્નના 11 વર્ષ બાદ માતા-પિતા બનવાની ઉજવણી કરી રહ્યો છે.
ચાહકોએ પાઠવ્યા અભિનંદન: બીજી તરફ તારીખ 23 જૂને હૈદરાબાદની હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ રામ ચરણ તેની પત્ની ઉપાસનાને ઘરે લઈ ગયો છે. અહીં રામ ચરણ અને તેની પત્નીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો ફરી એકવાર તેમને અભિનંદન આપી રહ્યા છે. પુત્રી અને પત્નીને હોસ્પિટલમાંથી ઘરે લઈ જતા પહેલા મીડિયા સાથે વાત કરતી વખતે રામ ચરણે તેના તમામ ચાહકોનો હૃદયપૂર્વક આભાર માન્યો.
ચાહકોનો માન્યો આભાર: મીડિયા સાથે વાત કરતાં રામ ચરણે કહ્યું કે, ચાહકો વિના કંઈ નથી. અભિનેતાએ કહ્યું કે, તેના જીવનની દરેક ક્ષણમાં તેના ચાહકો સૌથી પહેલા તેની સાથે ઉભા રહ્યા છે. અભિનેતાએ એમ પણ કહ્યું કે, આ ચાહકોનો પ્રેમ અને આશીર્વાદ છે કે તેને આટલા વર્ષો પછી આ ખુશી મળી છે. હું મારા તમામ ચાહકોનો તેમના અતૂટ પ્રેમ અને આશીર્વાદ માટે હૃદયપૂર્વક આભાર માનું છું. ચાહકોએ મારા અને મારા પરિવાર માટે જે કર્યું તે ભૂલી શકાય તેમ નથી. તેમના તરફથી અમને જે પ્રેમ મળ્યો તે અમારા જીવનનો અભિન્ન અંગ બની ગયું છે.
અભિનેતાનો વર્કફ્રન્ટ: રામ ચરણના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે ઓસ્કાર વિજેતા ફિલ્મ RRRમાં મજબૂત પાત્રમાં જોવા મળ્યો હતો. હવે અભિનેતા એસ.શંકર દ્વારા નિર્દેશિત ફિલ્મ ગેમ ચેન્જરથી ચર્ચામાં છે. ટૂંક સમયમાં આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવશે.
- Pm Modi: Pm મોદી વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનર પર, ભાષણમાં 'નાટુ નાટુ' ગીતનો ઉલ્લેખ કર્યો
- Vivek Mashru Cid: આ Cid ફેમ અભિનેતાએ એક્ટિંગ છોડી, હવે આ પરિસ્થિતિ છે
- Ram Charan And Upasana: રામ ચરણની પત્ની ઉપાસનાને હોસ્પિટલમાંથી મળી રજા, તસવીરો આવી સામે