ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Pre Oscars Party: રામ ચરણ અને તેની પત્નીની તસવીર આવી સામે, પ્રિયંકા ચોપરા સાથે જોવા મળી - પ્રિયંકા ચોપરા

ફિલ્મ 'RRR'નું ગીત 'નાટુ નાટુ' ઓસ્કારમાં બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં નામાંકિત થયું છે. ત્યારે હાલમાં સુપરહિટ ફિલ્મ 'RRR' ફેમ એક્ટર રામ ચરણ પોતાની પત્ની ઉપાસના કામીનેની સાથે પ્રી-ઓસ્કાર પાર્ટીમાં પહોંચ્યા હતા. હવે ત્યાંથી તસવીરો સામે આવી છે, જેમાં તે પ્રિયંકા ચોપરા સાથે જોવા મળી રહી છે.

Pre Oscars Party: રામ ચરણ અને તેની પત્નીની તસવીર આવી સામે, પ્રિયંકા ચોપરા સાથે જોવા મળી
Pre Oscars Party: રામ ચરણ અને તેની પત્નીની તસવીર આવી સામે, પ્રિયંકા ચોપરા સાથે જોવા મળી

By

Published : Mar 11, 2023, 4:10 PM IST

લોસ એન્જલસ: એક પાર્ટીમાંથી 'RRR'ના અન્ય સ્ટાર રામ ચરણની તસવીરો સામે આવી છે. રામ ચરણ છેલ્લા અઠવાડિયાથી પત્ની સાથે અમેરિકામાં છે. આ પાર્ટીમાંથી હવે રામ ચરણ અને તેની પત્ની ઉપાસના કામીનેનીની તસવીર સામે આવી છે. પ્રિયંકા ચોપરાએ આ તસવીરો શેર કરીને આ પ્રી-ઓસ્કાર પાર્ટી માટે આભાર માન્યો છે.

આ પણ વાંચો:Oscars 2023: યોજાશે 95માં ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમ, 3 ફિલ્મ નેમિનેટ, આ સમયે કાર્યક્રમ જોઈ શકાશે

પ્રી-ઓસ્કાર પાર્ટી: ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ ઓસ્કાર એવોર્ડ્સ 2023 માટે નોમિનેટ થયેલા સાઉથ એશિયાઈ દેશોના તમામ સ્ટાર્સને પ્રી-ઓસ્કાર પાર્ટી આપી હતી. જેમાં ભારતીય સિનેમાના ઘણા સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. પ્રિયંકાએ આ પાર્ટી લોસ એન્જલસમાં તેના સાસરિયાના ઘરે આપી હતી. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બ્લોકબસ્ટર ફિલ્મ 'RRR' સ્ટાર જુનિયર NTR, બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા, જેકલીન ફર્નાન્ડિસ અને ઘણા દેશી અને વિદેશી સ્ટાર્સ આ પાર્ટીમાં સામેલ થયા હતા.

પ્રિયંકા ચોપરાની પોસ્ટ શેર: રામ ચરણની પત્ની ઉપાસનાએ ઓસ્કાર પહેલાની પાર્ટીમાં લીધેલી આ તસવીરો શેર કરી હતી અને પાર્ટી માટે પ્રિયંકા ચોપરાનો આભાર માન્યો હતો. આ તસવીરોમાં ત્રણેય સ્ટાર્સ જબરદસ્ત લુકમાં જોવા મળી રહ્યા છે. જ્યારે પ્રિયંકા ચોપરાએ સુંદર સફેદ ડ્રેસ પહેર્યો છે. તો રામ ચરણ બ્લેક લુકમાં ડેશિંગ દેખાઈ રહ્યા છે. જ્યારે રામ ચરણની પત્ની ઉપાસનાએ બહુ રંગીન ડ્રેસ પહેર્યો છે. ઉપાસના દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્રિયંકા ચોપરાની સાસુ અને માતા મધુ ચોપરા પણ જોવા મળે છે.

આ પણ વાંચો:Bheed Trailer Released: ભીડ ટ્રેલર રિલીઝ, લોકડાઉન દરમિયાન ભયાનક દ્રશ્ય પર ફિ્લ્મ

RRRનું ગીત નાટુ નાટુ ઓસ્કાર: 10 વર્ષ પહેલા વર્ષ 2013માં પ્રિયંકા ચોપરા અને રામ ચરણ ફિલ્મ જંજીરમાં સાથે જોવા મળ્યા હતા. ફિલ્મ ઝંજીર રામ ચરણની બોલિવૂડની ડેબ્યુ ફિલ્મ હતી. જો કે આ ફિલ્મે ખાસ કમાણી કરી નથી. પરંતુ રામ ચરણ આજે ભારતીય સુપરસ્ટાર છે. તે ફિલ્મ 'RRR'માં તેના શાનદાર અભિનયને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયા છે. RRRનું ગીત 'નાટુ નાટુ' ઓસ્કારમાં બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં નામાંકિત થયું છે. હવે સમગ્ર દેશની નજર 'નાટુ નાટુ'ની જીત પર ટકેલી છે.

ABOUT THE AUTHOR

...view details