મુંબઈઃબિગ બોસ OTTની સીઝન 2નો પહેલો વીકેન્ડ ખાસ રહેવાનો છે. રકુલ પ્રીત સિંહ શોના પહેલા વીકેન્ડમાં ભાગ લેવા જઈ રહી છે. અભિનેત્રી તેની ફિલ્મ 'આઈ લવ યુ'ના પ્રમોશન માટે આવી રહી છે. આ રોમાન્સ થ્રિલર ફિલ્મમાં રકુલ સાથે પાવેલ ગુલાટી મહત્વની ભૂમિકામાં છે, જે તારીખ 16 જૂને જિયો સિનેમા પર રિલીઝ થઈ છે. રકુલ પ્રિત સિંહ એ બોલિવુડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તે હિન્દી ઉપરાંત તેલુગુ અને તમિલ ફિલ્મમાં કામ કરે છે. તેમણે ફિલ્મ ગિલ્લીથી અભિનયની શરુઆત કરી હતી.
Bigg Boss Ott 2: રકુલ પ્રીત સિંહ પહેલી 'વીકેન્ડ કા વાર'માં જોવા મળશે, સલમાનનો એક્શન અવતાર હશે ખાસ - બિગ બોસ OTT 2
જિયો સિનેમા પર સ્ટ્રીમ થઈ રહેલા 'બિગ બોસ OTT 2'ના પહેલા વીકએન્ડને સલમાન ખાન હોસ્ટ કરવા જઈ રહ્યા છે. જેમાં બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સામેલ થશે. વાસ્તવમાં રકુલ તેની ફિલ્મ 'આઈ લવ યુ'ના પ્રમોશન માટે વીકેન્ડ કા વારમાં જોડાવા જઈ રહી છે.
શોમાં રકુલ પ્રિત સિંહ: આ વિશે વાત કરતાં રકુલે કહ્યું, 'હું બિગ બોસના પહેલા વીકેન્ડમાં આવવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. હું આ શોની મોટી પ્રશંસક છું અને ટૂંક સમયમાં જ હું સલમાન સર અને શોના સ્પર્ધકોને મળવાની છું. સલમાન સરને એક્શનમાં જોવાની એક અલગ જ મજા છે, આ સાથે હું મારા એક ખાસ ટ્વિસ્ટ સાથે શોમાં પ્રેમ ઉમેરવાની છું.
શોના સ્પર્ધકો: બિગ બોસ OTTની બીજી સીઝન તારીખ 17 જૂનથી Jio સિનેમા પર સ્ટ્રીમ થઈ રહી છે. જેમાં અવિનાશ સચદેવ, પલક પુરસ્વાની, જિયા શંકર, આલિયા સિદ્દીકી, ફલક નાઝ, આકાંક્ષા પુરી, ઝૈદ હદીદ, સાયરસ બ્રોચા, મનીષા રાની, અભિષેક મલ્હાન, પૂજા ભટ્ટ અને બબીકા ધુર્વે સ્પર્ધકો તરીકે સામેલ છે. બિગ બોસમાં આવું પહેલીવાર બન્યું છે કે, શોના પ્રીમિયરના 24 કલાકની અંદર કોઈ સ્પર્ધકને બહાર કાઢવામાં આવ્યો. સોશિયલ મીડિયા પ્રભાવક પુનીત સુપરસ્ટાર, જે તેના કોમિક વીડિયો માટે જાણીતા છે, તેને ઘરમાંથી થઈ ગયા છે.