મુંબઈઃતારીખ 7 વૈશ્વિકત સ્તરે ચોકલેટ ડેની ઉજવણી ખુજ ધુમધામથી કરવામાં આવી રહી છે. આ દરમિયાન પોતાના ખાસ મિત્રો, સંબંધીએ અને સહભાગીદારીએને ચોકલેટની ટ્રીટ આપતા હોય છે. આ દિવસને ખુબજ ઉત્સાહથી ઉજવણી કરતા જોવા મળે છે. આ સાથે બોલિવુડ ફિલ્મ ઉદ્યોગથી પણ એક સમાચાર સામે આવ્યા છે. જેમાં સુંદર અભિનેત્રી રકુલ પ્રીત સિંહે વર્લ્ડ ચોકલેટ ડે 2023 પર તેમની સુંદર તસવીરો શેર કરી છે. આ સાથે પોતાના ચાહકોને અભિનંદન પાઠવ્યાં છે.
World Chocolate Day: વર્લ્ડ ચોકલેટ ડે પર રકુલ પ્રિત સિંહે ક્રિકેટર MS ધોનીને જન્મદિવસની શુભકામના પાઠવી - વર્લ્ડ ચોકલેટ ડે 2023
ફિલ્મ ઉદ્યોગની સુંદર અભિનેત્રીઓમાની એક રકુલ પ્રીત સિંહે વર્લ્ડ ચોકલેટ ડે 2003ની ઉજવણી ખુબ જ ઉત્સાહ સાથે કરી રહી છે. આ ખાસ પ્રસંગે અભિનેત્રીએ વર્લ્ડ ચોકલેટ ડે પર ચાહકોને અભિનંદન પાઠવ્યાં છે. આ દરમિયાન તેમણે સોશિયલ મીડિયા પર તસવીર પણ શેર કરી છે.

ચાહકોને પાઠવ્યાં અભિનંદન: તસવીર જોતા જણાય છે કે, અભિનેત્રી ચોકલેટ ખાવાનો આનંદ માણતી જોવા મળે છે. એટલું જ નહિં પરંતુ નાના બાળકની જેમ તે ચોકલેટ ખાવાનો ભરપૂર આનંદ માણતી જોવા મળે છે. અભિનેત્રીએ પોતાના ચાહકોને વર્લ્ડ ચોકલેટ ડે પર શુભકામના પાઠવીને ચોલકેટ ડેને યાદગાર બનાવ્યો છે અને ચોકલેટ પ્રત્યે પ્રેમ દર્શાવ્યો છે. રકુલ પ્રીત સિંહે પોસ્ટમાં લખ્યું છે કે, 'એવું કંઈ નથી જેને સ્વાદિષ્ટ ચોકલેટ ઉકેલી ન શેક. હેપ્પી વર્લ્ડ ચોકેલેટ ડે, ચોકલેટ ખાઓ પણ મર્યાદામાં. તસવીરોમાં અભિનેત્રીનો બાણપણ જોવા મળે છે.
ધોનીની સુંદર તસવીર: રકુલના લાખો ચાહકો પણ તેમને વર્લ્ડ ચોકલેટ ડે 2003 પર તેમને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. આ દરમિયાન રકુલ પ્રીત સિંહે તારીખ 7 જુલાઈએ ક્રિકેટ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અભિનેત્રીએ મહેન્દ્ર સિંહ ધોનીની સુંદર તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરીને તેમને શુભેચ્છા પાઠવી છે. રિકુલ પ્રિત સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો, 'આઈ લવ યુ'માં જોવા મળશે. રકુલની આગામી ફિલ્મ 'આયલાન' અને 'ઈન્ડિયન 2' છે.