ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

રાખી સાવંત અને શર્લિન ચોપરાએ એકબીજા સામે આ કારણે કર્યો કેસ - રાખી સાવંત વિરુદ્ધ કેસ

રાખી સાવંત અને શર્લિન ચોપરા વચ્ચે બિગ બોસના (Big Boss) સ્પર્ધક સાજિદ ખાનને લઈને શરૂ થયેલો વિવાદ વધી રહ્યો છે. બંન્નેએ એકબીજા સામે કેસ (Rakhi Sawant Sherlyn Chopra file cases) કર્યો છે, વાંચો પૂરા સમાચાર.

Etv Bharatરાખી સાવંત અને શર્લિન ચોપરાએ એકબીજા સામે આ કારણે કર્યો કેસ
Etv Bharatરાખી સાવંત અને શર્લિન ચોપરાએ એકબીજા સામે આ કારણે કર્યો કેસ

By

Published : Nov 10, 2022, 7:01 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસરાખી સાવંત અને શર્લિન ચોપરાએ બુધવારે એકબીજા વિરુદ્ધ કેસ (Rakhi Sawant Sherlyn Chopra file cases) દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, વાંધાજનક ભાષાનો ઉપયોગ કરવા બદલ એકબીજા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. મુંબઈ પોલીસે (Mumbai Police) જણાવ્યું કે શર્લિન ચોપરાની ફરિયાદ પર રાખી અને વકીલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદીનો આરોપ છે કે બંનેએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેનો વાંધાજનક વીડિયો બતાવ્યો અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.

એક બીજા સામે કેસ: જણાવી દઈએ કે રાખી સાવંતે અભિનેત્રી શર્લિન ચોપરા વિરુદ્ધ મુંબઈના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે. આ મામલે રાખીએ કહ્યું કે, શર્લિને તેના વીડિયોમાં તેના બોયફ્રેન્ડ બદલવાનો આરોપ લગાવ્યો હતો. રાખીએ પોલીસને જણાવ્યું કે શર્લિને 6 નવેમ્બર 2022ના રોજ યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં શર્લિને તેની વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી અને અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. ઓશિવારા પોલીસે આઈપીસીની કલમ 500, 504, 506 અને 509 હેઠળ કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

લાંબા સમયથી વિવાદ : શર્લિન ચોપરા અને રાખી સાવંત વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. શર્લિને માઇક્રોબ્લોગિંગ સાઇટ પર શેર કર્યું અને લખ્યું કે 'અમારી લડાઈ શોષકો સામે છે. ન્યાય માંગવો એ આપણો બંધારણીય અધિકાર છે. આ અધિકાર અમારી પાસેથી કોઈ છીનવી શકે નહીં. આ પછી તેણે કહ્યું હતું કે અમારા આરોપીની બહેનોએ આ વાત ધ્યાનથી સાંભળવી જોઈએ અને સમજવી જોઈએ. નગ્નતા એ સંમતિ સમાન નથી, નગ્ન હોવું એ સંમતિ નથી. મીડિયા સાથે વાત કરતી વખતે રાખીએ કહ્યું કે શર્લિનના આ નિવેદનથી તેની અંગત જિંદગી ખૂબ પ્રભાવિત થઈ છે. કારણ કે તેના બોયફ્રેન્ડે તેની પૂછપરછ શરૂ કરી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details