ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

RakhiSawantAdilDurrani: લગ્ન બાદ પતિ આદિલ ખાન માટે રડતા રડતા કહી આ વાત - Rakhi Sawant video viral

છેલ્લા કેટલાક દિવસ પોતાના વિવાહને લઈને ઘણી બધી રીતે ચર્ચામાં રહેલી રાખી સાંવતે (Rakhi Sawant Marriage) ફરી એકવાર મોટો ધડાકો કરી દીધો છે. જેમાં તે આદિલના પરિવારજનોને તો સારા કહે છે, પણ આદિલના વલણ પર કોઈ નિવેદન આપ્યા વગર સવાલ ઊભા કરે છે. કેમેરા સામે વિલાપ કરતો વીડિયો (Rakhi Sawant video viral) સામે આવતા ડ્રામાક્વિન વિશે બી-ટાઉનમાં મસમોટી વાતો થઈ રહી છે.

રાખી સાવંત લગ્ન બાદ પતિ આદિલ ખાન માટે ખરાબ રીતે રડી રહી છે
રાખી સાવંત લગ્ન બાદ પતિ આદિલ ખાન માટે ખરાબ રીતે રડી રહી છે

By

Published : Jan 16, 2023, 12:03 PM IST

Updated : Jan 16, 2023, 1:14 PM IST

મુંબઈઃબોલિવૂડની જાણીતી ડાન્સર અને એન્ટરટેઈનર રાખી સાવંતના માતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પણ રાખીના સંસારમાં એક મોટી તિરાડ પડી ગઈ છે. આદિલ ખાન દુર્રાનીએ એની સાથેના થયેલા નિકાહને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. બોયફ્રેન્ડ પતિ આદિલ ખાને એ પણ સ્વીકારવાની ના પાડી કે બંને પતિ-પત્ની છે. હવે આદિલના આવા વર્તનને કારણે અભિનેત્રી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. જાણે સંસાર શરૂ કરીને રાખીએ મોટી સમસ્યાને આમંત્રણ આપ્યું હોય એવા એના ભાવ સામે આવ્યા છે. આ બધાની વચ્ચે રાખીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે રડીને આદિલ પર રોષ ઠાલવે છે.

આ પણ વાંચો:Rakhi Sawant Fatima in hijab : લગ્ન બાદ કેસરી હિજાબમાં જોવા મળી રાખી સાવંત ફાતિમા, યુઝર્સ કરી રહ્યા છે આવી કોમેન્ટ

રાખીએ રડતા રડતા આ વાત કહી: ખરાબ હાલતમાં છે. તે રડતી રડતી મીડિયાને કહી રહી છે કે હું પરિણીત છું, હું બોલી શકીશ નહીં. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, જ્યારે તેને તેના લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો જાણે કંટાળી ગયેલી રાખી પેપની સામે પોતાના આંસુ પાડી દીધા હતા. ડુમા અને ડુસકાઓથી એનું દિલ ભરાઈ આવ્યું હતું. એ પોતાને રોકી શકી નહીં. વીડિયોમાં તે રડતી બોલી રહી છે, “શું કહેવું ? આટલું અપમાન… હું પરિણીત છું, હું બોલી નહીં શકું… મારે મારા સાસરિયાઓનું પણ માન રાખવું છે. હું કંઈ બોલી શકીશ નહીં, મારે મારા સાસરિયાઓની પ્રતિષ્ઠા વિશે વિચારવું પડશે. કારણ કે, આદિલના પરિવારે રાખીનો સ્વીકાર કર્યો હતો. પણ હવે રાખીને બીક એ છે કે, ખખડી રહેલા સંસારની જાણ જો હોંશમાં આવ્યા બાદ માતાને થશે તો શું થશે ? રાખીનો આ વીડિયો બોલિવૂડના કેમેરા પર્સન વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

તસ્લીમા નસરીને કરી ટિપ્પણી: જો કે, જ્યારે પેપે રાખીને સવાલ કર્યો કે લગ્ન સાચા છે કે કેમ, તો કહે છે કે તમામ પુરાવા આપવામાં આવ્યા છે અને બધું સાચું છે. તેમણે મીડિયાને કોર્ટમાં જઈને તેમના દાવાની ચકાસણી કરવા કહ્યું. એક મુસ્લિમ સાથે લગ્ન કર્યા બાદ રાખીએ પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે રાખીએ ઈસ્લામ અંગીકાર કરી લીધો છે. તેણે પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું છે. કેટલાક લોકોએ રાખીને આદિલ ખાન સાથે લગ્ન કરવા બદલ અભિનંદન આપ્યા તો કેટલાકે તેની ટીકા કરી. બાંગ્લાદેશની જાણીતી લેખિકા તસ્લીમા નસરીને રાખી અને આદિલના લગ્ન પર ટિપ્પણી કરી છે.

આ પણ વાંચો:મકરસંક્રાંતિ: અમિતાભથી લઈને કેટરિના સુધી સેલિબ્રિટીઓએ ચાહકોને આપ્યા અભિનંદન

લગ્ન અંગે ટિપ્પણીનો ઈન્કાર: તસ્લીમા નસરીને કહ્યું, 'રાખી સાવંતે પણ ઈસ્લામ સ્વીકારવો પડ્યો કારણ કે, તેણે એક મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. અન્ય ધર્મોની જેમ, ઇસ્લામને પણ વધવાની જરૂર છે અને બિન-મુસ્લિમો અને મુસ્લિમો વચ્ચે લગ્નો સ્વીકારવાની જરૂર છે. આ અપડેટ્સમાં રાખીએ આવો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં આદિલ ખાને કહ્યું હતું કે, તે 10 દિવસ પછી તેના લગ્ન વિશે વાત કરશે. હાલમાં તેણે લગ્ન કર્યા છે કે નહીં તે અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

Last Updated : Jan 16, 2023, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details