હૈદરાબાદ: સુપરસ્ટાર રજનીકાંતની જેલર, જે તારીખ 10 ઓગસ્ટના રોજ વૈશ્વિક સ્તરે બોક્સ ઓફિસ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે થિયેટરોમાં સારું પ્રદર્શન કર્યું છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ફિલ્મે ભારતમાં માત્ર 22 દિવસમાં 328 કરોડની કમાણી કરી લીધી છે. વિશ્વભરમાં કુલ 650 કરોડની કમાણી કરીને આગળ વધી રહી છે. ગુરુવારે એક ફિલ્મ ટ્રેડ વિશ્લેષકે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, ''રજનીકાંત હાલમાં ભારમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે.''
રજનીકાંતને 100 કરોડનો ચેક મળ્યો:અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું X પર ડ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને રજનીકાંત સાથે સન ગ્રુપ કલાનિથિ મારનની એક તસવીરની ઝલક શેર કરી છે. કલાનિથિ મારન દ્વારા સુપરસ્ટાર રજનીકાતંને સીટી યુનિયન બેન્ક મંડેવેલી શાખા ચેન્નઈમાંથી 100 કરોડનો ચેક આપવામાં આવ્યો હતો. આ 'જેલર' ફિલ્મની નફાની વહેંચણીનો ચેક છે, જે સુપરસ્ટારને ફિલ્મ માટે ચુકવવમાં આવેલા મહેનતાણા કરતાં વધુ છે. આમ રજનીકાંતને 'જેલર' ફિલ્મ માટે કુલ 210 કરોડ રુપિયા મળતા, ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા તરીકે ઉભરી આવ્યા છે.
નેલ્સન દિલીપકુમારની પ્રશંસા કરી: મનોબાલાએ અન્ય એક ટ્વીટમાં નેલ્સન દિલીપ કુમારની 'જેલર'ની સફળતાની તુલના વિજય સ્ટારર ફિલ્મ 'બીસ્ટ'ની નિષ્ફળતા સાથે કરી હતી હતી. તેમણે લખ્યું હતું કે, ''હજી બીજો દિવસ. બીસ્ટ ડિઝાસ્ટર છે તેનો બીજો પુરાવો. બીસ્ટને રિલીઝ કર્યા પછી વિજયને કોઈ ચેક આપવામાં આવ્યો ન હતો. પરંતુ સુપરસ્ટાર રજનીકાંતને 'જેલર' ફિલ્મ માટે 100 કરોડનો નફો વહેંચણીનો ચેક મળ્યો હતો. સાચી સફળતા પોતે જ સાબિત કરે છે. નેલ્સને એક શાનદાર કબમેક ફિલ્મ સાથે એ સાબિત કરી દીધું છે કે, તેઓ કેટલા સક્ષમ છે. સેમ ડિરેક્ટર, ડિફરન્ટ રિઝલ્ટ.''
જેલર ફિલ્મની સ્ટારકાસ્ટ: રજનીકાંત ઉપરાંત 'જેલર'માં વિનાયક રામ્યા કૃષ્ણન, વસંત રવિ અને તમન્ના ભાટિયા પણ મહત્ત્વની ભૂમિકામાં છે. સન પિક્ચર્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અનુભવી અભિનેતા શિવ રાજકુમાર, મોહનલાલ અને જેકી શ્રોફ પણ વિશેષ ભૂમિકામાં છે. ભારતીય બોક્સ ઓફિસ પર 'OMG 2' અને 'ગદર 2' પણ ચાલી રહી છે. આ ઉપરાંત 'ડ્રીમ ગર્લ 2' પણ ધુમ મચાવી રહી છે. આ મોટી ફિલ્મોની વચ્ચે પણ 'જેલર' શાનદાર કમાણી કરી રહી છે.
- Aparna Nair Passes Away: મલયાલમ અભિનેત્રી અપર્ણા નાયર ઘરમાં મૃત હાલમાં મળી આવી, પોલીસે તપાસ હાથ ધરી
- Malaika Arora With Son: મલાઈકા અરોરા પુત્ર અરહાન ખાન સાથે એરપોર્ટ પર જોવા મળી, જુઓ વીડિયો
- Nayanthara Instagram Debut: નયનતારાએ ઈન્ટાગ્રામ પર 10 કલાકથી ઓછા સમયમાં 1 મિલિયન ફોલોઅર્સ મેળવ્યા