ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Kamal Hassan tweet: કમલ હાસને 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં સમર્થન આપી કહ્યું, રાહુલજી હું તમારી સાથે ઉભો છું - મોદી સરનેમ માનહાનિ કેસ

રાહુલ ગાંધીને મોદી સરનેમ માનહાનિ કેસમાં 2 વર્ષની સજા ફટાકરી હતી. તેના પર સાઉથના સુપરસ્ટાર કમલ હાસને કહ્યું કે, રાહુલ જી, હું તમારી સાથે ઉભો છું. આ સાથે કન્યાકુમારીથી કાશ્મીર સુધી 3 મહિનાથી વધુ ચાલેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં કમલ હાસન પણ સ્ટેપ બાય સ્ટેપ જોડાયા હતા.

Kamal Hassan tweet: કમલ હાસને 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને આપ્યું સમર્થન
Kamal Hassan tweet: કમલ હાસને 'મોદી સરનેમ' માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને આપ્યું સમર્થન

By

Published : Mar 24, 2023, 3:57 PM IST

નવી દિલ્હીઃમોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જેના કારણે સમગ્ર કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. જો કે, રાહુલ ગાંધી જામીન પર બહાર છે અને કોર્ટે રાહુલની સજાને 30 દિવસ માટે સસ્પેન્ડ કરી છે. હવે રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા જોખમમાં છે. આ દરમિયાન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને Makkal Needhi Maiam પ્રાદેશિક પાર્ટીના અધ્યક્ષ કમલ હાસને સ્પષ્ટ કહ્યું છે કે, 'રાહુલ જી, હું તમારી સાથે છું. કમલ હાસને આ અંગે એક ટ્વીટ કર્યું છે.'

આ પણ વાંચો:Pradeep Sarkar passes away: ફિલ્મ નિર્માતા પ્રદીપ સરકારનું 68 વર્ષની વયે નિધન, ફિલ્મ ઉદ્યોગમાં શોક

કમલ હાસનનું ટ્વીટ: કમલ હાસને ટ્વીટ કરીને લખ્યું, ''રાહુલજી, આવા સમયમાં હું તમારી સાથે ઉભો છું! તમે વધુ અજમાયશ સમય અને અયોગ્ય ક્ષણો જોયા છે, અમારી ન્યાયિક પ્રણાલી ન્યાય પહોંચાડવામાં ભૂલોને સુધારવા માટે પૂરતી મજબૂત છે. સુરત કોર્ટમાં તમારા દ્વારા કરવામાં આવેલી અપીલને લઈ ન્યા મળશે એવી અને ખાતરી છે. સત્યમેવ જયતે.''

ભારત જોડો યાત્રા: કન્યાકુમારીથી કાશ્મીર સુધી 3 મહિનાથી વધુ ચાલેલી રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં કમલ હાસન પણ સ્ટેપ બાય સ્ટેપ જોડાયા હતા. કમલ હાસન રાજકારણની સાથે સાથે સાઉથની ફિલ્મોમાં પણ સક્રિય છે. તેઓ છેલ્લે 'વિક્રમ' ફિલ્મમાં જોવા મળ્યા હતા. 'નૌજવાન' ફિલ્મ દિગ્દર્શક લોકેશ કનાગરાજ દ્વારા દિગ્દર્શિત 'વિક્રમ' ફિલ્મથી કમલ હાસને ધૂમ મચાવી હતી.

આ પણ વાંચો:Emraan Hashmi Birthday: ઈમરાન હાશ્મીનો 44મો જન્મદિવસ, જુઓ અભિનેતાના રોમેન્ટિક ગીત

માનહાનિ કેસ:વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ મોદીની સરનેમ પર જોરદાર હુમલો કર્યો હતો. કર્ણાટકના કોલારમાં પ્રચાર કરતા રાહુલે કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી અને PM મોદીના નામમાં શું સામાન્ય છે ? અને આ બધા ચોરોની અટક મોદી કેવી રીતે આવી ? રાહુલના આ નિવેદન બાદ જ ભાજપ તક જોઈને બેઠી હતી. રાહુલના આ નિવેદન પર ગુજરાતના પૂર્વ મંત્રી અને બીજેપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કાર્યવાહી કરી અને ફરિયાદ નોંધાવી હતી.

ABOUT THE AUTHOR

...view details