મુંબઈઃશાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર આગામી ફિલ્મ 'પઠાણ'ના ગીત 'બેશરમ રંગ' પરનો વિવાદ અટકવાનું નામ નથી લઈ (Pathan besharam rang controversy) રહ્યો. ફિલ્મનું પહેલું જ ગીત વિવેચકોના આક્રમણ હેઠળ આવ્યું છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર વિરોધના તોફાન વચ્ચે ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ શાહરૂખ અને દીપિકાના સમર્થનમાં દેખાયા છે. રઈસના ડાયરેક્ટર રાહુલ ધોળકિયા (Rahul Dholakia tweet)એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને શાહરૂખ ખાનનું સમર્થન કર્યું છે.
રાહુલ ધોળકિયાએ કરી પોસ્ટ શેર: ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ શેર કરીને તેણે કહ્યું કે, 'ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ શાહરૂખ ખાન પર વર્ષોથી થયેલા નફરતના હુમલાની નિંદા કરવી જોઈએ. અન્ય લોકોની તુલનામાં SRK એ મનોરંજન અને સિનેમાના એમ્બેસેડર તરીકે ભારતમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. મહેરબાની કરીને આ કટ્ટરપંથીઓને ચૂપ રહેવા કહો.'