ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Parineeti Chopra: AAP નેતા રાઘવ ચઢ્ઢા લગ્નની અફવાઓ વચ્ચે એરપોર્ટ પર પરિણીતી સાથે - પરિણીતી ચોપરા

આજકાલ AAPના રાજ્યસભા સભ્ય રાઘવ ચઢ્ઢા બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા સાથે જોવા મળી રહ્યા છે. બંને જલ્દી લગ્ન કરી લેશે તેવી અટકળો વચ્ચે તેઓ રવિવારે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

Etv BharatParineeti Chopra
Etv BharatParineeti Chopra

By

Published : Apr 2, 2023, 1:55 PM IST

મુંબઈ:પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનું મુંબઈ એરપોર્ટ સ્પોટિંગ થયા હતા .બંને રવિવારે સવારે મુંબઈ એરપોર્ટ પર મિડીયા કેમેરામાં કેદ થયા હતા. પરિણીતીએ ઓલ-બ્લેક આઉટફિટ પહેર્યો હતો જ્યારે રાઘવ બેઝ રંગની શર્ટ અને ડેનિમ્સમાં જોવા મળ્યો હતો. રાઘવ પ્લેટફોર્મ પર હસ્યો અને હાથનો ઈશારા કરીને આગળ જવા દેવા વિનંતી કરી હતી. મિડીયાને કોઈ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો. બંને એક જ કારમાં એરપોર્ટથી નીકળ્યા હતા. થોડા દિવસો પહેલા રાઘવ પણ પરિણીતીને લેવા માટે દિલ્હી એરપોર્ટ આવ્યો હતા.

આ પણ વાંચો:Rashmika Mandanna : IPL સમારોહમાં આ માંગ પૂરી ન કરી શકી રશ્મિકા, જુઓ વીડિયો

આ આમ આદમી પાર્ટીના નેતાએ અભિનંદન આપ્યા: જ્યારે બંને તેમના સંબંધોની સ્થિતિ વિશે ચુસ્ત ચુપ્પી ધરાવે છે, ત્યારે આમ આદમી પાર્ટીના નેતા સંજીવ અરોરાએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર રાઘવ અને પરિણીતીને અભિનંદન આપ્યા હતા. માઇક્રોબ્લોગિંગ સાઇટ પર બંનેને ટેગ કરતાં સંજીવે લખ્યું, 'હું રાઘવ અને પરિણીતીને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેમને ઘણો બધો પ્રેમ, ખુશીઓ અને સાથ બન્યો રહે. મારી શુભેચ્છાઓ.

આ પણ વાંચો:Malti Came In India: પ્રિયંકા ચોપરા દીકરી માલતી સાથે પહેલીવાર ભારત આવી, જુઓ દેશી ગર્લનો હોટ લુક

રાઘવની ઉપ રાષ્ટ્રપતિએ પણ મજાક કરી હતી:મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં સાથે અભ્યાસ કર્યો હતો. પરિણીતી અને રાઘવ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પરિણીતી ટૂંક સમયમાં જ દિલજીત દોસાંઝ સાથે 'ચમકિલા'માં જોવા મળશે. પરિણીતી ચોપરાના નામે ઘણી સફળ ફિલ્મો છે. ફિલ્મોમાં તેમના કામ માટે તેમને ઘણા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢા પંજાબથી AAP તરફથી રાજ્યસભાના સભ્ય છે. તેઓ રાજ્યસભાની અંદર અને બહાર ખૂબ જ સક્રિય રહ્યા છે. પરિણીતી ચોપરા સાથેના સમાચાર પછી રાજ્યસભાના ઉપાધ્યક્ષ જગદીપ ધનખરે પણ હોલમાં રાઘવ ચઢ્ઢા સાથે મજાક કરી હતી.

ABOUT THE AUTHOR

...view details