હૈદરાબાદઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટાભાગના સ્ટાર કિડ્સ બોલિવૂડમાં પોતાનું કરિયર શોધે છે, પરંતુ અહીં આ લીગને બાજુ પર રાખીને દક્ષિણ અને હિન્દી સિનેમાના મહાન અભિનેતા આર. માધવનના પુત્રએ એક અલગ ક્ષેત્રને પોતાની કારકિર્દી બનાવી છે. (National level record in competitive swimming) માધવનના પુત્ર વેદાંત માધવને ફિલ્મ ઉદ્યોગની ચમકતી દુનિયાથી દૂર સ્વિમિંગને પોતાના વ્યવસાય તરીકે પસંદ કર્યું. વેદાંતે આ ક્ષેત્રમાં ઘણું નામ કમાવ્યું છે અને તેણે ઘણા મેડલ પોતાના નામે કર્યા છે. હવે અભિનેતાએ પુત્ર (R Madhavan son breaks record of national junior record) વેદાંતની વધુ એક સિદ્ધિ ચાહકો સાથે શેર કરી છે.
આ પણ વાંચો:જાણો તસ્લિમા નસરીને સુષ્મિતા સેનના સંબંધો વિશે શું કહ્યું
પુત્રની આ સિદ્ધિ પર ખૂબ જ ખુશ: તમને જણાવી દઈએ કે, માધવનના પુત્ર વેદાંતે હવે નેશનલ જુનિયર રેકોર્ડ (National level record in competitive swimming) પોતાના નામે કરી લીધો છે. આ સ્પર્ધાનો એક વીડિયો માધવને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેઓ તેમના પુત્રની આ સિદ્ધિ પર ખૂબ જ ખુશ છે. આ સ્પર્ધામાં વેદાંતે રાષ્ટ્રીય જુનિયર રેકોર્ડ 1500 મીટર ફ્રી સ્ટાઇલ રેકોર્ડ પોતાના પિતાનું નામ રોશન કર્યું છે.