ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Pushpa The Rule: રશ્મિકાના જન્મદિવસ પર ચાહકોને મોટી ભેટ, 'પુષ્પા 2'માંથી અભિનેત્રીનો ફર્સ્ટ લૂક રિલીઝ - રશ્મિકા મંદન્ના જન્મદિવસ

સુંદર દક્ષિણ સુંદરી રશ્મિકા મંદન્નાના 27માં જન્મદિવસ પર, ચાહકોને અલ્લુ અર્જુન સ્ટારર આગામી ફિલ્મ પુષ્પા-ધ રૂલ તરફથી મોટી ભેટ મળી છે. ફિલ્મ નિર્માતાઓએ 'પુષ્પા 2'માંથી રશ્મિકાના ફર્સ્ટ લૂકનું પોસ્ટર રિલીઝ કર્યું. આ સાથે ફિલ્મનું ટિઝર પણ રિલીઝ કરી દિધુ છે.

Pushpa The Rule: રશ્મિકાના જન્મદિવસ પર એક્ટ્રેસનો ફર્સ્ટ લૂક કર્યો રિલીઝ, ચાહકોને મળી મોટી ભેટ
Pushpa The Rule: રશ્મિકાના જન્મદિવસ પર એક્ટ્રેસનો ફર્સ્ટ લૂક કર્યો રિલીઝ, ચાહકોને મળી મોટી ભેટ

By

Published : Apr 5, 2023, 12:28 PM IST

હૈદરાબાદ:સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી રશ્મિકા મંદન્ના આજે પોતાનો 27મો જન્મદિવસ ઉજવી રહી છે. આ ખાસ અવસર પર ફિલ્મ 'પુષ્પા ધ રૂલ'ના નિર્માતાઓએ અભિનેત્રીને ખાસ રીતે અભિનંદન પાઠવ્યા છે. રશ્મિકા મંદન્નાએ 'પુષ્પા-ધ રાઇઝ' ફિલ્મમાં 'શ્રીવલ્લી'નું સુંદર પાત્ર ભજવ્યું હતું અને આ ફિલ્મના 'સામી સામી' ગીતથી તે પ્રખ્યાત થઈ હતી. હવે રશ્મિકા મંદન્નાના ચાહકો 'પુષ્પા-ધ રૂલ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફિલ્મ નિર્માતાઓએ આ અવસર પર અભિનેત્રીનો ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે.

આ પણ વાંચો:Rashmika Mandanna Birthday: રશ્મિકાનો 27મો જન્મદિવસ, તેના કેટલાક ખાસ ડાન્સ સ્ટેપ પર એક નજર

એક્ટ્રેસનો ફર્સ્ટ લૂક રિલીઝ: ચાહકો રશ્મિકાના જન્મદિવસ પર એક શાનદાર ભેટની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ફિલ્મ નિર્માતાઓએ આ માટે તૈયારીઓ કરી લીધી છે. પુષ્પાઃ ધ રૂલના નિર્માતાઓએ રશ્મિકા મંદન્નાના 27માં જન્મદિવસ નિમિત્તે ફિલ્મના પ્રથમ લુકનું રિલીઝ કર્યું છે. અભિનેતા આ ફિલ્મમાં શ્રીવલ્લીની તેની ભૂમિકાને ફરીથી રજૂ કરશે. પરંતુ સિક્વલમાં તેનો દેખાવ 'પુષ્પાઃ ધ રાઇઝ' કરતાં થોડો અલગ છે. પુષ્પા 2 ના નિર્માતાઓએ ઇન્ટરનેટ પર તોફાન મચાવ્યું છે. હવે ચાહકોએ એવું તારણ કાઢ્યું કે, પુષ્પા નિર્માતાઓ દ્વારા સંકેત અપાયેલ અપડેટ એ ફિલ્મમાંથી રશ્મિકાના ફર્સ્ટ લૂક પોસ્ટર હોઈ શકે છે.

આ પણ વાંચો:Adipurush Poster: 'આદિપુરુષ'ના નવા પોસ્ટર પર વિવાદ, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

રશ્મિકાની આગામી ફિલ્મ: રશ્મિકાની પણ આ જ બેનર હેઠળ બીજી ફિલ્મ આવી રહી છે. મિથરી મૂવી મેકર્સ દ્વારા બૅન્કરોલ કરવામાં આવેલી આગામી તેલુગુ ફિલ્મમાં અભિનેત્રી નીતિન સાથે જોવા મળશે. અગાઉના દિવસે ફિલ્મમાંથી રશ્મિકાના લુકને કામચલાઉ રીતે VNRTrio નામ આપવામાં આવ્યું છે. જે અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છા સાથે રજૂ કરવામાં આવ્યું હતું. વેંકી કુડુમુલા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ એક ઉત્કૃષ્ટ મનોરંજન કરનાર હોવાનું કહેવાય છે.

ABOUT THE AUTHOR

...view details