ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Pushpa 2 Release Date: અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ 'પુષ્પા 2'ની રિલીઝ ડેટ આવી સામે - પુષ્પા 2 ક્યારે રિલીસ થશે

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર 'પુષ્પા 2'ના નિર્માતાઓએ સોમવારે ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. 'પુષ્પા: ધ રાઈઝ'ની સફળતા બાદ અલ્લુ અર્જુન ફરી એક વાર બોક્સ ઓફિસ પર રાજ કરવા માટે આવતા વર્ષે આવી રહ્યા છે. ફિલ્મની રિલીઝ ડેટ જાણવા માટે આગળ વાંચો.

અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ 'પુષ્પા 2'ની રિલીઝ ડેટ આવી સામે
અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ 'પુષ્પા 2'ની રિલીઝ ડેટ આવી સામે

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 5:22 PM IST

હૈદરાબાદ:મહિનાઓની અપેક્ષા પછી, અલ્લુ અર્જુનની ખૂબ જ અપેક્ષિત ફિલ્મ 'પુષ્પા 2: ધ રુલ'ના નિર્માતાઓએ સોમવારે ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર Mythri Movie Makersએ જાહેરાત કરી કે, અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ આવતા વર્ષે ઓગસ્ટમાં સ્ક્રીન પર રિલીઝ થશે. 'પુષ્પા 2' એક્શન ડ્રામા ફિલ્મ છે, જે મેઈથ્રી મૂવૂી મેકર્સ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન પુષ્પા રાજના અવતારમાં જોવા મળશે.

પુષ્પા 2 ની રિલીઝ ડેટ જાહેર: અલ્લુ અર્જુન દર્શાવતું એક રસપ્રદ પોસ્ટર શેર કરીને નિર્માતાઓએ 'પુષ્પા 2'ની રિલીઝ તારીખની જાહેરાત કરી છે. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ તારીખ 15 ઓગસ્ટ 2024ના રોજ મોટા પડદા પર આવવા માટે તૈયાર છે. પોસ્ટર શેર કરતા નિર્માતાઓએ લખ્યું છે કે, ''માર્ક ધ ડેટ 15 ઓગસ્ટ 2024. 'પુષ્પા 2: ધ રુલ' ગ્રાન્ડ રિલીઝ વર્લ્ડવાઈડ પુષ્પારાજ બોક્સ ઓફિસ પર કબજો કરવા માટે પાછી આવી રહી છે.''

પુષ્પા: રાઈઝની સફળતા: 'પુષ્પા 2' એ અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'પુષ્પા: ધ રાઈઝ'ની સિક્વલ છે, જેણે ડિસેમ્બર 2021માં રિલીઝ થતાં બોક્સ ઓફિસ પર ખુબ જ સારો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મ રોગચાળા પછી થિયેટરોમાં દર્શકોને આકર્ષિત કરવામાં ફાળો આપ્યો હતો. 'પુષ્પા' વિશ્વભરમાં 400 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. સેકનિલ્ક અનુસાર, ફિલ્મે વિશ્વભરમાં 350.1 કરોડથી વધુની કમાણી કરી હતી, જ્યારે 10 સપ્તાહના થિયેટર રનના અંતે ભારતનો હિસ્સો 267.55 કરોડ હતો.

મુખ્ય ભૂમિકા ભજવનાર કાલાકારો: 'પુષ્પા 2: ધ રુલ'ના કલાકારોમાં અલ્લુ અર્જુન ઉપરાંત ફહદ ફાસિલ IPSના રુપમાં જોવા મળશે. પુષ્પાની પત્ની તરીકે મોલેટી શ્રીવલ્લીના રુપમાં રશ્મિકા મંદન્ના જોવા મળશે. આ ઉપરાંત જગપતિ બાબુ, પ્રકાશ રાજ, સુનીલ, અનસૂયા ભારદ્વાજ અને ધનંજય સામેલ છે. 'પુષ્પા' ફિલ્મની સફળતાથી અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાને સારી નામના મળી હતી. હવે આ જોડી ફરી એકવાર મોટા પદડા પર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.

  1. Malaika Arora Jawan: સ્ટાર કપલ મલાઈકા અરોરા-અર્જન કપૂરે જોઈ 'જવાન', ફિલ્મની સ્ટારકાસ્ટના કર્યા વખાણ
  2. A R Rahman Chennai Concert: A R રહેમાને ચેન્નઈ કોન્સર્ટ ગેરવહીવટ પર મૌન તોડ્યું, ચાહકોને આપી આ સલાહ
  3. Rajinikanth Upcoming Films: લોકેશ કનાગરાજ સાથે રજનીકાંતની આગામી ફિલ્મ 'થલાઈવર 171'ની જાહેરાત

ABOUT THE AUTHOR

...view details