હૈદરાબાદ: 'પુષ્પા 2'માંથી પુષ્પા ઉર્ફે અલ્લુ અર્જુનનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં અલ્લુ અર્જુનના વિરોધી ફહાદ ફાસિલના જન્મદિવસ પર નિર્મતાઓએ ફર્સ્ટ લુક જાહેર કરીને શુભકામનાઓ પાઠવી છે. પ્રખ્યાત અભિનેતા ફહાદ ફાસિલ આજે તારીખ 8 ઓગસ્ટના રોજ 42મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ પ્રસંગે ફિલ્મમાંથી તેમની શાનદાર ઝલક ચાહકો સાથે શેર કરી છે.
ફહાદનો ફર્સ્ટ લુક આઉટ: 'પુષ્પા 2' ફિલ્મ અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલ દ્વારા અભિનીત છે. આ ઉપરાતં સુકુમાર દ્વારા નિર્દેશિત અને MYTHRI મૂવી મેકર્ષ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ ડિસેમ્બર 2023માં રિલીઝ થઈ શકે છે. સાઉથ સ્ટારના જન્મદિવસ નિમિત્તે MYTHRI મૂવી મેકર્સ 'પુષ્પા 2'માંથી વિલનનો પહેલો લુક રિલીઝ કર્યો છે. ફહાદ અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મમાં ભંવર સિંહ શેખાવતની તેમની મૂળ ભૂમિકા ફરી શરુ કરશે. નવા પોસ્ટરમાં તેમને ખાકી જેકેટ પહેરીને સિગારેટ સાથે દર્શાવાવામાં આવ્યા છે.
ફિલ્મની સ્ટાર કાસ્ટ: 'પુષ્પા 2'માં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદન્ના, ફહાદ ફાસિલ, સુનીલ, અજય, રાવ રમેશ, અનસૂયા સામેલ છે. આ ફિલ્મ સુકુમાર દ્વારા દ્વારા લખાયેલ છે અને દિગ્દર્શિત છે. ફિલ્મના અન્ય કલાકારોમાં જોઈએ તો, તકનીકી ટીમમાં સંગીત નિર્દેશક દેવી શ્રી પ્રસાદ, કેમેરામેન મિરોસ્લાવ કુબા અને સંપાદકોમાં કાર્તિક શ્રીનિવાસ અને રુબેનનનો સમાવેશ થાય છે. બીજી તરફ અલ્લુ અર્જુનને કથિત રીતે 'પુષ્પા 2: ધ રુલ' માટે વધુ એક લાંબુ શુટીંગ શેડ્યુલ શરુ કર્યું છે. તેઓ હૈદરાબાદના જાણીતા રોમોજી રાવ સ્ટુડિયોમાં ફિલ્મ કરશે.
નઝરિયા-ફહાદની રોમેન્ટિક તસવીર: ફહાદના જન્મદિવસ પર તેમની પત્ની નઝરિયા નાઝિમે પણ સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીર શેર કરી છે. પોતાના પતિને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે મેગસ્ટાર મામૂટી દ્વારા પાડવામાં આવેલી કેટલીક સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. ફહાદ હાલમાં 'પુષ્પા 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે, જે હિટ ફિલ્મ 'પુષ્પા: ધ રાઈઝ'ની સિક્વલ છે. જેમાં SP ભંવર સિંહ શેખાવત કરીકે જોરદાર ભૂમિકા ભજવી હતી.
- Fahadh Faasil Birthday: નઝરિયા નાઝીમે પતિ ફહાદ ફાસિલના જન્મદિવસ પર રોમેન્ટિક તસવીર કરી શેર
- Box Office Update: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની સફળતા, વિશ્વભરમાં 200 કરોડથી વધુની કમાણી
- Hu Ane Tu Trailer: સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ગુજરાતી ફિલ્મ 'હું અને તું'નું ટ્રેલર રિલીઝ, જુઓ વીડિયો