મુંબઈઃડાયાબિટીસ અથવા હાઈ બ્લડ શુગર લેવલ એક એવી જીવનશૈલી રોગ છે, જેનો કોઈ ઈલાજ નથી. પરંતુ તેને કાબૂમાં કરી શકાય છે. ઇન્ટરનેશનલ સિંગ, એક્ટર અને દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસ (Nick Jonas diabetes) પણ શુગર સામે લડી રહ્યા છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર, તેમણે શુગરના લક્ષણોનો (Nick Jonas diabetes symptoms) એક વીડિયો શેર (Nick Jonas diabetes) કર્યો છે, જે એક મહાન કાર્ય છે.
પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસે શુગરના લક્ષણોનો વીડિયો કર્યો શેર - ડાયાબિટીસ સાથે બોલિવૂડ સેલેબ્સ
આંતરરાષ્ટ્રીય સિંગર, એક્ટર અને અભિનેત્રી પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનસે (Nick Jonas diabetes) સોશિયલ મીડિયા પર એક વીડિયો દ્વારા ડાયાબિટીસના 4 લક્ષણો (Nick Jonas diabetes symptoms) વિશે જણાવ્યું છે. તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે.
નિકે વીડિયો કર્યો શેર: નિકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એકવીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, 'મારી પાસે 4 સંકેતો હતા કે, હું ટાઇપ 1 ડાયાબિટીસ, વધુ પડતી તરસ, વજનમાં ઘટાડો, વારંવાર પેશાબ અને ચીડિયાપણું સાથે જીવી રહ્યો હતો. આને પ્રકાર 1 ડાયાબિટીસના સામાન્ય લક્ષણો તરીકે ઓળખી શકાય છે. હું મારા ચિહ્નો શેર કરી રહ્યો છું જેથી અન્ય લોકો (See The Signs) જોઈ શકે. મારી સાથે જોડાઓ અને તમારા See The Signs, T1D, World DiabetesDay શેર કરો.
13 વર્ષની ઉંમરે ડાયાબિટીસ: નિક જોનસ લાંબા સમયથી ટાઈપ 1 ડાયાબિટીસની સમસ્યાથી પીડિત છે. એકવાર નિક જોનાસે ખુલાસો કર્યો કે, તેને 13 વર્ષની ઉંમરે ખબર પડી કે, તેને ડાયાબિટીસ છે. આવી સ્થિતિમાં નિક છેલ્લા 17 વર્ષથી ડાયાબિટીસ સામે લડી રહ્યો છે. જોકે અભિનેતા તેના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખી શકે છે અને શારીરિક રીતે સક્રિય પણ છે.