ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

એક્ટર્સ ફિલ્મમાં કંઈ કરતા નથી, તેમ છતાં તમામ ક્રેડિટ તેમને જ મળે છે: પ્રિયંકા ચોપરા

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ ફિલ્મના એક્ટર્સને લઈને મોટું નિવેદન (Priyanka Chopra statement) આપ્યું છે. પ્રિયંકા ચોપરાએ સ્પષ્ટ કહ્યું છે કે, એક્ટર્સ ફિલ્મમાં કંઈ કરતા (actors do nothing) નથી. તેમ છતાં તમામ શ્રેય તેમને જ મળે છે. જાણો પ્રિયંકા ચોપરાએ આવું કેમ કહ્યું ?

એક્ટર્સ ફિલ્મમાં કંઈ કરતા નથી, તેમ છતાં તમામ ક્રેડિટ તેમને જ મળે છે: પ્રિયંકા ચોપરા
એક્ટર્સ ફિલ્મમાં કંઈ કરતા નથી, તેમ છતાં તમામ ક્રેડિટ તેમને જ મળે છે: પ્રિયંકા ચોપરા

By

Published : Nov 18, 2022, 11:41 AM IST

હૈદરાબાદ:ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા તાજેતરમાં 3 વર્ષ બાદ ભારત આવી છે. અહીં તેમણે હેરકેર બ્રાન્ડ લોન્ચ કરી છે. આ દરમિયાન અભિનેત્રીએ ઘણા ઇન્ટરવ્યુ આપ્યા હતા. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાને પૂછવામાં આવ્યું કે, ભારત અને વિદેશના આટલા મોટા દિગ્દર્શકો સાથે કામ કર્યા પછી કેવું લાગ્યું ? આ ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ ફિલ્મમાં એક્ટર્સના કામને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું (Priyanka Chopra statement) છે. પ્રિયંકા ચોપરાએ સ્પષ્ટ કહ્યું છે કે, એક્ટર્સ ફિલ્મમાં કંઈ કરતા (actors do nothing) નથી. તેમ છતાં તમામ શ્રેય તેમને જ મળે છે. આ સાથે 'દેશી ગર્લે' એ પણ કહ્યું છે કે, તે માત્ર અને માત્ર ફિલ્મ મેકર્સના કારણે જ સારી અભિનેત્રી બની છે.

ક્રેડિટ એક્ટર્સને:પ્રિયંકા ચોપરાએ નિઃસંકોચપણે કહ્યું છે કે, 'ફિલ્મમાં તમામ ક્રેડિટએક્ટર્સ લે છે, જ્યારે તે કંઈ કરતા નથી. તેમના કપડાં અને તેમના વાળના સેટ બધુ જ કોઈ બીજા દ્વારા કરવામાં આવે છે. તે બીજાના લખેલા શબ્દો પર બોલે છે. અન્ય દ્વારા લખેલી સ્ક્રિપ્ટ પર કામ કરે છે. તે પોતે ગીતો પણ ગાતા નથી. તેમ છતાં પણ તેને ક્રેડિટ મળે છે.'

એક્ટર્સ કંઈ કરતા નથી:ટીવી પર્સનાલિટી જેનિસ સિક્વેરા સાથેના એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ કહ્યું, 'મેં ઘણા મોટા ફિલ્મ નિર્દેશકો સાથે કામ કર્યું છે. તેની સાથે કોઈ લેવાદેવા નથી. જ્યારે હું બોલિવૂડમાં પણ કામ કરતી હતી. ત્યારે મેં તમામ મોટા નામો સાથે કામ કર્યું હતું. બધાએ મને શ્રેષ્ઠ અભિનેત્રી બનવાનું કહ્યું હતું અને પછી આપણે તમામ શ્રેય એક્ટર્સને આપીએ છીએ, જે ખોટું છે. એક્ટર્સ કંઈ કરતા નથી.'

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે હલચલ: પ્રિયંકા ચોપરાએ વધુમાં કહ્યું કે, ડાન્સ કોરિયોગ્રાફર એક્ટર્સને શીખવે છે. લિંપ સિંગ કરીને ગીત ગાય છે. અમે ફિલ્મનું માર્કેટિંગ પણ કરીએ છીએ. જ્યાં કોઈ અન્ય અમને સવાલ કરે છે. આપણે કોઈ બીજા દ્વારા ડિઝાઈન કરેલા કપડાં પણ પહેરીએ છીએ. કોઈ બીજાએ કરેલો મેક-અપ, કોઈ બીજાએ કરેલા વાળ. તો હું શું કરી રહ્યી છું ? કઈં પણ નહિં'. પ્રિયંકાના આ સ્પષ્ટ નિવેદનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ભારે હલચલ જોવા મળી શકે છે.

પ્રિયંકા ચોપરાનું વર્ક ફ્રન્ટ:પ્રિયંકા ચોપરાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં તેની પ્રથમ વિદેશી વેબ સીરિઝ 'સિટાડેલ'માં જોવા મળશે. આ સિવાય તે બોલિવૂડ ફિલ્મ 'જી લે ઝરા'માં પણ કામ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ લીડ રોલમાં હશે.

ABOUT THE AUTHOR

...view details