મુંબઈ:એક તરફ ફ્રાન્સમાં 76મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે, તો બીજી તરફ પ્રિયંકા ચોપરા ઈન્ટરનેશનલ જ્વેલરી બ્રાન્ડ બુલ્ગારીના શોમાં હાજરી આપવા ઈટાલી પહોંચી ગઈ છે. આ ઈવેન્ટ ઈટાલીના શહેર વેનિસમાં યોજાઈ હતી. જેમાં પ્રિયંકા ચોપરા સહિત હોલીવુડની અનેક સુંદરીઓએ હાજરી આપી હતી. પ્રિયંકા સાથે એની હેથવે, ઝેન્ડાયા અને 'બ્લેકપિંક'ની કે-પૉપ સિંગર લિસા અહીં જોવા મળી હતી.
બોલિવુડની અભિનેત્રીનો લુક: આ ઇવેન્ટની પ્રિયંકા ચોપરા અને અન્ય હોલીવુડ અભિનેત્રીઓની તસવીરોએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. પ્રિયંકા ચોપરા અહીં ટુ પીસ ડ્રેસ પહેરીને પહોંચી હતી. જેમાં અભિનેત્રીનો સાનદાર લુક નજરમાં આવી રહ્યો હતો. અદભૂત લુકમાં ઇવેન્ટમાં પહોંચેલી પ્રિયંકા ચોપરાએ ઓફ-શોલ્ડર ફુલ સ્લીવ બ્લાઉઝ પર હાફ સાડી પહેરી હતી.
આ પણ વાંચો:
- Azam Film: એક્શન ફિલ્મ અઝામ 26મે 2023ના રોજ સિનેમાઘરમાં થશે રિલીઝ
- Pankaj Udhas Birthday: ગઝલના પ્રખ્યાત સિંગર પંકજ ઉધાસનો જન્મદવસ, આ અવસરે જાણો તેમની રસપ્રદ સ્ટોરી
- Pkr Pillai Passes Away: મલયાલમ ફિલ્મ નિર્માતા Pkr પિલ્લઈનું નિધન, સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું
હોલીવુડની અભિનેત્રીનો લુક: જ્યારે હોલીવુડની હસીના ઝેન્ડાયાએ બ્લેક શોલ્ડર સાટીન ડ્રેસ પહેર્યો હતો. જ્યારે એની હેથવે ગોલ્ડ અને સિલ્વર ગાઉનમાં જોવા મળી હતી. જો કે, ત્રણેય સુંદરીઓએ પોતાના લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ અહીં દેશી ગર્લની વાત અલગ હતી. પ્રિયંકા ચોપરા વિશે વાત કરીએ તો આ દિવસોમાં તે પોતાની રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ 'લવ અગેઇન'ને લઈને ચર્ચામાં છે.
પ્રિયંકા ચોપરાની ફિલ્મ: આ 'લવ અગેઈન' ફિલ્મ તારીખ 12 મેના રોજ રીલિઝ થઈ છે. આ ફિલ્મમાં પ્રિયંકાના પતિ નિક જોનાસ પણ છે. પરંતુ ફિલ્મમાં સેમ હ્યુગન લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ પ્રિયંકા ભૂતકાળમાં તેની પિતરાઈ બહેન પરિણીતી ચોપરાની AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ માટે દિલ્હી આવી હતી અને ફંક્શનમાં હાજરી આપ્યા બાદ તે અમેરિકા પરત ફરી હતી.