ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Malti In Traditional: પ્રિયંકા ચોપરાએ કુર્તા પાયજામામાં પુત્રી માલતી મેરીની ઝલક શેર કરી, જુઓ તસવીર - પુત્રી માલતી સાથે પ્રિયંકા

પ્રિયંકા ચોપરા અને તેમની પુત્રી માલતી મેરી ચોપરા નિક જોનાસના આગામી પ્રવાસ માટે તૈયાર છે. તેની પુષ્ટિ કરતા, અભિનેત્રીએ તેમના બાળક માલતીની ઘણી આકર્ષક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં માલતી ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે. આ તસવીર સાથે પ્રિયંકાએ સુંદર નોંધ પણ લખી છે.

પ્રિયંકા ચોપરાએ કુર્તા પાયજામામાં પુત્રી માલતી મેરીની ઝલક શેર કરી, જુઓ તસવીર
પ્રિયંકા ચોપરાએ કુર્તા પાયજામામાં પુત્રી માલતી મેરીની ઝલક શેર કરી, જુઓ તસવીર

By

Published : Aug 7, 2023, 1:32 PM IST

હૈદરાબાદ:પ્રથમ બાળક માલતી મેરીના જન્મથી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ખુબ જ ખુશ છે. તેઓ માતા પિતા બનવાનો આનંદનો અનુભવ કરી રહ્યાં છે. હવે માતા અને પુત્રીની જોડી નિક જોનાસના વિશ્વ પ્રવાસની તૈયારી કરતી જોઈ શકાય છે. પ્રિયંકા ચોપરાએ પોતાની દિકરીની તાજેતરની તસવીર શેર કરી છે. આ તસવીરમાં માલતી પરંપરાગત વસ્ત્રોમાં જોઈ શકાય છે.

પ્રિયંકા ચોપરાએ કુર્તા પાયજામામાં પુત્રી માલતી મેરીની ઝલક શેર કરી, જુઓ તસવીર

માલતી મેરીની આકર્ષક તસવીર: દેશી ગર્લે તેમની દિકરી માલતીની કેટલીક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં માલતી ખાલી સૂટકેસની અંદર બેઠેલી જોઈ શકાય છે. તે જાંબલી સેન્ડલ અને સફેદ નાઈટ ગાઉનમાં આકર્ષક લાગતી હતી. અભિનેત્રી દ્વારા શેર કરવામાં આવેલી તસવીર પરથી લાગે છે કે, તે તેમના પતિ નિક જોનાસ સાથે ન્યૂ યોર્કમાં તારીખ 12 ઓગસ્ટથી શરુ થનારી ટૂર પર તેમની સાથે જવા માટે તેમનો સામાન પેક કરવાની તૈયારી કરી રહી હતી.

પ્રિયંકા ચોપરાએ કુર્તા પાયજામામાં પુત્રી માલતી મેરીની ઝલક શેર કરી, જુઓ તસવીર

પ્રવાસ માટેની તૈયારી: સિટાડેલ અભિનેત્રીએ લખ્યું છે કે, અમે ટુર માટે તૈયાર છીએ. બીજી સ્લાઈડમાં પ્રિયંકા તેમની મેનેજર અને મિત્ર અંજુલા આચાર્ય સાથે જોડાઈ છે. અંજુલાએ સનગ્લાસ પહેરીને તડકાના દિવસે નીકળતી ત્રણેયની સેલ્ફી શેર કરી છે. તેમણે આ તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ''રિયુનાઈટેડ વિથ ધ શેડી લેડીઝ.'' માલતી જેમણે સફેદ ડ્રેસ અને કેપ પહેરેલી હતી.

પ્રિયંકા ચોપરાએ કુર્તા પાયજામામાં પુત્રી માલતી મેરીની ઝલક શેર કરી, જુઓ તસવીર

માલતીનો શાનદાર લુક: માલતીને પ્રિન્ટેડ કુર્તામાં રુમની અંદર જોઈ શકાય છે. અંજુલાએ તેમને આપેલા રમકડાં સાથે તે રમવામાં મસગૂલ હતી. પ્રિયંકાએ તસવીર સાથે લખ્યું હતું, ''રવિવાર કુર્તા પાયજામા(લવ આઈ ઈમોજી).'' પ્રિયંકાએ તેમની સુંદર તસવીર શેર કરતા લખ્યું છે કે, ''અંજુલાએ સુંદર કો-ઓર્ડ સેટમાં માલતીની કેટલીક તસવીરો પણ ઉતારી હતી.''

પ્રિયંકા ચોપરાએ કુર્તા પાયજામામાં પુત્રી માલતી મેરીની ઝલક શેર કરી, જુઓ તસવીર

અભિનેત્રીનો વર્કફ્રન્ટ: પ્રિયંકા અને નિકે જાન્યુઆરી 2022માં સરોગસી દ્વારા તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યુ હતું. વર્ક ફ્રન્ટ પર ચોપરા છેલ્લે રુસો બ્રધર્સના સર્જન 'સિટાડેલ'માં જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય ગુપ્ત સંસ્થા 'સિટાડેલ'ના બે એજન્ટો, મેસન કેન, અને નાદિયા સિંહ(પ્રિયંકા ચોપરા) શાનદાર ભૂૂમિકામા છે અને તે એક્શનથી ભરપૂર છે. આગળ તે જ્હોન સીના અને ઈન્દ્રિસ એલ્બા સાથે ફિલ્મ 'હેડ્સ ઓફ સ્ટેટ'માં જોવા મળશે.

પ્રિયંકા ચોપરાએ કુર્તા પાયજામામાં પુત્રી માલતી મેરીની ઝલક શેર કરી, જુઓ તસવીર
  1. Seema Haider Case: નિર્દેશક અનિલ શર્માએ સીમા હૈદર કેસ પર કહ્યું પ્રેમ કોઈ સરહદ સ્વીકારતો નથી
  2. Rrkpk Collection: 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'એ મચાવી ધૂમ, 100 કરોડનો આંકડો પાર
  3. Bigg Boss Ott 2 : જદ હદીદ અને અવિનાશ સચદેવ શોમાંથી બહાર, 14મી ઓગસ્ટે બિગ બોસ Ott 2 ફિનાલે

ABOUT THE AUTHOR

...view details