હૈદરાબાદઃ વર્ષ 2013માં અર્પૂવા લાખિયાએ ફિલ્મ 'જંજીર'નું નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને રામ ચરણ લીડ સ્ટારકાસ્ટ તરીકે જોવા મળ્યા હતા. જો કે, આ ફિલ્મે ખાસ કમાણી કરી નથી. ફિલ્મમાં રામ ચરણે પોલીસકર્મીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ફ્લોપ થયા બાદ રામ ચરણ બોલિવૂડની કોઈ ફિલ્મમાં ફરી જોવા મળ્યા ન હતા. આજે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સુપરસ્ટાર છે અને 'RRR'ની અપાર સફળતાથી વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગયા છે.
આ પણ વાંચો:Oscars 2023: યોજાશે 95માં ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમ, 3 ફિલ્મ નેમિનેટ, આ સમયે કાર્યક્રમ જોઈ શકાશે
પ્રી-ઓસ્કાર પાર્ટી: ભારતીય સિનેમામાં અત્યારે ઉજવણીનો માહોલ છે. બધાની નજર ઓસ્કાર 2023માં ફિલ્મ 'RRR'ની જીત પર ટકેલી છે. ફિલ્મ 'RRR'નું સુપરહિટ ગીત 'નાટુ નાટુ' આખી દુનિયામાં ફેમસ થયું છે અને ઘણા ઇન્ટરનેશનલ એવોર્ડ પણ જીતી ચૂક્યું છે. હવે બાકી રહી ગયું છે, ફિલ્મ જગતનો સૌથી પ્રતિષ્ઠિત 'ઓસ્કાર એવોર્ડ'. આ ખુશીમાં ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ સાઉથ એશિયાના દેશોમાંથી ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થયેલા સ્ટાર્સને પ્રી-ઓસ્કાર પાર્ટી આપી હતી અને જોરદાર ઉજવણી કરી હતી.
આ પણ વાંચો:Bheed Trailer Released: ભીડ ટ્રેલર રિલીઝ, લોકડાઉન દરમિયાન ભયાનક દ્રશ્ય પર ફિ્લ્મ
આ જોડી સાથે જોવા મળી: આ પાર્ટી દ્વારા તે તેના કો-એક્ટર રામ ચરણને પણ મળી હતી. 10 વર્ષ બાદ આ જોડી સાથે જોવા મળી છે. આ પાર્ટીમાં 'RRR' ફેમ જુનિયર NTR, બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ અને પ્રીતિ ઝિન્ટાએ હાજરી આપી હતી. તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે, રામ ચરણ તેની ગર્ભવતી પત્ની ઉપાસના સાથે પ્રિયંકા ચોપરાના સાસરિયાના ઘરે લોસ એન્જલસમાં ગયા હતા. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરા અને સાસુ પણ હાજર છે. આ તસવીરોમાં દરેક વ્યક્તિ ખૂબ જ સુંદર લાગી રહી છે.