મુંબઈ:બોલિવુડની સુંદર અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ લેટેસ્ટ તસવીર શેર કરી છે. પ્રિયંકા ચોપરા હંમેશા પોતાની લેટસ્ટ તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. એટલું જ નહિં પોતાની લાડલી દિકરી માલતીની પણ તસવીર શેર કરતી રહે છે. તાજેતરમાં આ કપલે સોશિયલ મીડિયા પર નાના અને સુંદર પરિવારની તસવીર શેર કરી છે. આ તસવીરોમાં બંનેએ કેટલીક રોમેન્ટિક તસવરોને પણ સ્થાન આપ્યું છે.
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે યાન્કી સ્ટેડિયામાં કોન્સર્ટના ફોટા શેર કર્યા છે નિકના લાઈવ કોન્સર્ટનો વીડિયો: પ્રિયંકા ચોપરાએ રવિવારે મધ્યરાત્રિએ કેટલીક તસવીર શેર કરી હતી. આ તસવીર સાથે રેડ ઈમોજિસ સાથે કેપ્શન આપ્યું હતું કે, ''નિક જોનાસ તમે એક મેગ્નેટ છો. તમારો સાથ મેળવીને માલતી અને હું અમારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજીએ છિએ. એક નવી શરુઆત માટે અભિનંદન. તમે બધા એક મોટી ઈનિંગ માટે તૈયાર છો. તો ચાલો. ગ્રેટ જોબ જીબી ટીમ બેન્ડ, ક્રૂ. આ શો ઈન્પાયરિંગ હતો. આજે રાત્રે બીજો રાઉન્ડ.'' પ્રિયંકાએ તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પતિ નિકના લાઈવ કોન્સર્ટનો વીડિયો પણ શેર કર્યો છે.
પ્રિયંકા-નિકનો સુંદર દેખાવ: તસવીરોમાં પ્રિયંકા ચોપરા તેમના હેન્ડસમ પતિ સાથે અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે. પ્રિયંકાએ કોન્સર્ટ માટે હીલ્સ સાથે બ્લેક આઉટફિટ પહેર્યો હતો. જ્યારે નિકે તેના શો માટે ઓલ વ્હાઈટ લુક પસંદ કર્યો હતો. તેમણે આઉફિટને સ્નીકર્સ સાથે જોડી બનાવી હતી. બીજી એક તવસીરમાં પ્રિયંકા યાન્કી સ્ટેડિયમમાં નિક સાથે હાથ જોડીને ચાલતી જોવા મળે છે. આ ઉપરાંત પ્રિયંકાએ તેમની પોતાની સિંગલ તસવીર પણ શેર કરી છે. આ તસવીરમાં તે શાનદાર પોઝ આપતી જોવા મળે છે. છેલ્લી તસવીરમાં પ્રિયંકા તેમની દિકરી માલતી અને નિક જોનાસ સાથે જોવા મળી રહી છે. તસવીરમાં આ પરિવાર ખુબ જ સુંદર દેખાઈ રહ્યું છે.
નિક જોનાસે શેર કરી તસવીર: પ્રિયંકા ચોપરાના પતિ અને હોલિવુડ સિંગર નિક જોનાસે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રિયંકા અને માલતી સાથેની તસવીર શેર કરી છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, સાઉન્ડ ચેકથી મારી દિકરી સુધી. યાન્કીઝની રાત શબ્દોની બહાર હતી. આજે રાત્રે 2 વાગ્યાની રાહ જોઈ શકતો નથી. શેર કરેલી પ્રથમ તસવીરમાં તેઓ માલતી મેરી સાથે જોવા મળી રહ્યાં છે.
- Gadar 2 Collection Day 3: સની દેઓલની 'ગદર 2' ફિલ્મે 100 કરોડનો આંકડો કર્યો પાર
- Omg 2 Collection Day 3: 'omg 2' ધીમી ગતિએ ચોથા દિવસે ચાલી રહી છે, ત્રીજા દિવસે 18 કરોડની કમાણી કરી
- Rajinikanth Film Jailer: 'જેલર' ફિલ્મ ભારતમાં 150 કરોડની નજીક, વિશ્વભરમાં 300 કરોડનો ટાર્ગેટ