હૈદરાબાદ:ગ્લોબલ સ્ટાર્સ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ તેમના લગ્ન બાદથી પોતપોતાના કામમાં વ્યસ્ત છે. (Priyanka Chopra and Nick Jonas Perfect Moment ) બંને ક્યારેય કામમાં સમાધાન કરતા નથી, પછી ભલેને ગમે તેટલા દિવસ દૂર રહેવું પડે. હવે પ્રિયંકા અને નિક તેમની પ્રગતિમાં એક ડગલું આગળ વધ્યા છે. આ કપલે એક્ટિવવેર બ્રાન્ડ ( Sportswear Brand Perfect Moment) સાથે હાથ મિલાવ્યા છે. ઉપરાંત, આ બ્રાન્ડ માટે પ્રિયંકા અને નિકે તેમના એક્ટિવવેરમાં ફોટોશૂટ કરાવ્યું છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
આ પણ વાંચો:લહેરાતા સમુદ્ર વચ્ચે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનું પ્રેમનું મોજુ, જૂઓ ફોટોઝ
પરફેક્ટ મોમેન્ટ નામના એક્ટિવવેરમાં રોકાણ: પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે તેણે પરફેક્ટ મોમેન્ટ નામના એક્ટિવવેરમાં રોકાણ કર્યું છે. આમાં તે તેના પતિ નિક જોનાસ સાથે પાર્ટનર બની છે. આ પોસ્ટને શેર કરતા પ્રિયંકા ચોપરાએ લખ્યું છે કે, આ દિવસ અમારા માટે ખાસ છે, અમને પરફેક્ટ મોમેન્ટ પરિવાર સાથે જોડાવાનો ગર્વ છે, આમાં અમારી ભૂમિકા સ્ટ્રેટેજિસ્ટ, રોકાણકાર અને સલાહકારની હશે.