ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Jawan Prevue Release: શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'નું પ્રીવ્યૂ આઉટ, તારીખ 7 ડેસેમ્બરે રિલીઝ થશે - ફિલ્મ જવાનનું પ્રીવ્યુ રિલીઝ

ગઈકાલથી જ શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી હતી. શાહરુખ ખાનના ચાહકો 'પઠાણ' ફિલ્મ બાદ હવે 'જવાન' ફિલ્મ જોવા માટે ખુબજ ઉત્સાહમાં છે. ત્યારે તારીખ 9 જુલાઈના રોજ વચન આપ્યા મુજબ આજે તારીખ 10 જુલાઈએ ફિલ્મનું પ્રીવ્યૂ રિલીઝ કરવામાં આવ્યું છે.

શાહરુખ ખાનની ફિલ્મ જવાનનું પ્રીવ્યૂ આઉટ, તારીખ 7 ડેસેમ્બરે સિનેમાઘરોમાં જોવા મળશે
શાહરુખ ખાનની ફિલ્મ જવાનનું પ્રીવ્યૂ આઉટ, તારીખ 7 ડેસેમ્બરે સિનેમાઘરોમાં જોવા મળશે

By

Published : Jul 10, 2023, 11:13 AM IST

Updated : Jul 10, 2023, 11:39 AM IST

હૈદરાબાદ: રોમેન્ટિક અને એક્શન હીરો શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'નું પ્રીવ્યૂ રિલીઝ થઈ ગયું છે. આજે તારીખ 10 જુલાઈએ વચન મુજબ ફિલ્મનું પ્રીવ્યુ રિલીઝ કરવામાં આવ્યું છે. ગઈકાલે 'જવાન' ફિલ્મની ચર્ચા ખુબ જ વયારલ થઈ હતી. આ ફિલ્મને લઈ શાહરુખ ખાનના એક ફેન પેજે શાહરુખનો નવો લુક સોશિલય મીડિયા શેર કર્યો હતો.

જવાન ફિલ્મનું પ્રીવ્યૂ: શાહરુખ ખાન 'પઠાણ' ફિલ્મની સફળતા બાદ થયેટરોમાં ફરી એક વાર તુફાન લાવી રહ્યા છે. શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' થિયોટરમાં રિલીઝ થવા માટે તૈયાર છે. શાહરુખ ખાનના ચાહકો 'જવાન' ફિલ્મના પ્રીવ્યૂની રાહ જોઈને બેઠા હતા, તે રાહ હવે પુરી થઈ છે. તારીખ 9 જુલાઈના રોજ જણાવ્યાં પ્રમાણે ફિલ્મનું પ્રીવ્યૂ રિલીઝ કરી દીધુ છે. જુઓ અહિં શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન'નું શાનદાર હિન્દી પ્રીવ્યૂ.

ફિલ્મની રિલીઝ ડેટ: 'જવાન' ફિલ્મ આ વર્ષે બહુ જલ્દી રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો માટે એક પછી એક નવું નવું સરપ્રાઈઝ શેર કરવામાં આવી રહ્યું છે. આજે 'જવાન' ફિલ્મના પ્રીવ્યુએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. 'જવાન' ફિલ્મના ડાયરેકટર એટલી છે. 'જવાન' ફિલ્મમાં શાહરુખ ખાન સાથે નયનતાર, દીપિકા પાદુકણ, વિજય સેતુપતિ, સંજય દત્ત જોવા મળશે. 'જવાન' ફિલ્મ તારીખ 7 ડેસેમ્બરે હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

શાહરુખ ખાનનો વર્કફ્રન્ટ: શાહરુખ ખાનના આગામી પ્રોજેક્ટની વાત કરીએ તો, 'જવાન' ફિલ્મની સાથે ડિસેમ્બર 2023માં 'ડંકી' ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. 'ડંકી' ફિલ્મના ડાયરેક્ટર 'થ્રી ઈડિયટ્સ' અને 'પીકે' જેવી સુપરહિટ ફિલ્મ બનાવનાર રાજકુમાર હિરાની છે. આ ફિલ્મમાં શાહરુખ ખાનના અપોઝિટ તાપસી પન્નુ અને પ્રથમ વખત વિક્કી કૌશલ જોવા મળશે. ફિલ્મ 'જવાન'ના પ્રોડ્યુસર શાહરુખ ખાન પોતે છે.

  1. Shah Rukh Khan: 'જવાન' ફિલ્મમાં કિંગ ખાનનો ભયાનક અવતાર, તસવીર જોઈ આશ્ચર્યચકિત થઈ જશો
  2. Bigg Boss OTT 2: OTT 2ને 2 અઠવાડિયા માટે આગળ વધારવામાં આવ્યો, પુષ્ટી સલમાન ખાને કરી
  3. Omg 2 Teaser: ધમાકેદાર વીડિયો સાથે 'omg 2'ની ટીઝર ડેટની જાહેરાત, લાંબી જટામાં જોવા મળ્યા અભિનેતા
Last Updated : Jul 10, 2023, 11:39 AM IST

ABOUT THE AUTHOR

...view details