હૈદરાબાદઃ બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા ભલે બોલિવૂડમાંથી દૂર થઈ ગઈ હોય, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા ચાહકોના દિલમાં તેની હાજરી હજુ પણ અકબંધ છે. અભિનેત્રી હવે જોડિયા બાળકોની માતા છે. હાલમાં જ પ્રીતિ ઝિંટાએ તેના ટ્વિન્સનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો. હવે પ્રીતિ ઝિન્ટાએ પોતાના નવા લુકની તસવીરો શેર કરી (Preity Zinta latest pics) છે. જોડિયા બાળકોની 47 વર્ષની માતા પ્રીતિ તેની નવી તસવીરમાં સેક્સી રેડ પુલ્કા ડોટ ડ્રેસમાં (Polka Dot mini red dress) જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર શેર:'કલ હો ના હો' ફેમ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીર ક્યૂટનેસથી ભરપૂર છે. 47 વર્ષની ઉંમરે પણ પ્રીતિ ઝિન્ટાની સ્મિત નાની બાળકી જેવી છે. અભિનેત્રીએ 3 તસવીર શેર કરી છે અને ત્રણેય તસવીરમાં અભિનેત્રીના અલગ અલગ રૂપ જોવા મળી રહ્યા છે.
પ્રીતિ ઝિન્ટાની ફિલ્મી કારકિર્દી: પ્રીતિ ઝિન્ટાએ વર્ષ 1998માં શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'દિલ સે'થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. જેમાંથી કેટલીક હિટ અને કેટલીક ફ્લોપ સાબિત થઈ હતી. પ્રીતિની હિટ ફિલ્મોની યાદીની વાત કરીએ તો બોબી દેઓલ સાથે 'સોલ્જર', અક્ષય કુમાર સાથે 'સંઘર્ષ', આમિર ખાન સાથે 'દિલ ચાહતા હૈ', રિતિક રોશન સાથે 'કોઈ મિલ ગયા', શાહરૂખ ખાન સાથે 'કલ હો ના હો' અને 'વીર-ઝારા' જેવી હિટ ફિલ્મમાં પ્રીતિ ઝિંટાએ કામ કર્યું છે.
પ્રીતિ ઝિન્ટા અત્યારે ક્યાં છે:પ્રીતિ ઝિન્ટા છેલ્લે સની દેઓલ સ્ટારર ફિલ્મ 'ભૈયાજી સુપરહિટ' (વર્ષ 2018)માં જોવા મળી હતી. નાના પડદા પર પ્રીતિ શો ફ્રેશ ઓફ ધ બોટ (વર્ષ 2020) માં જોવા મળી હતી. પ્રીતિ ઝિન્ટાએ વર્ષ 2016માં અમેરિકન જેન ગુડઇનફ સાથે લગ્ન કર્યા હતા. પૂર્વ બોયફ્રેન્ડ નેસ વાડિયા સામે પ્રીતિ ઝિન્ટા દ્વારા કરવામાં આવેલા છેડતીના આરોપોના કેસમાં ગુડનઈફ એક મહત્વપૂર્ણ સાક્ષી હતો. પ્રીતિ હવે પતિ ગુડઇનફ સાથે અમેરિકામાં પોતાનું જીવન વિતાવી રહી છે.