ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Preity Zinta: શિખર ધવને પ્રીતિ ઝિન્ટા સાથે સેલ્ફી લીધી, અભિનેત્રીએ ટીમની કરી પ્રશંસા - શિખર ધવન

રાજસ્થાન રોયલ સામેની મેચ જીત્યા બાદ પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટાએ ટીમના કેપ્ટન શિખર ધવન સહિત સમગ્ર ટીમના વખાણ કર્યા હતાં. આ ખાસ ક્ષણને પ્રીતિ ઝિંટા, પ્રભસિમરન સિંહ અને અન્ય લોકો સાથે શિખર ધવન દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી છે. પ્રીતિએ આ તસવીર પોતાના સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.

Preity Zinta: શિખર ધવને પ્રીતિ ઝિન્ટા સાથે સેલ્ફી લીધી, અભિનેત્રીએ ટીમની કરી પ્રશંસા
Preity Zinta: શિખર ધવને પ્રીતિ ઝિન્ટા સાથે સેલ્ફી લીધી, અભિનેત્રીએ ટીમની કરી પ્રશંસા

By

Published : Apr 7, 2023, 10:11 AM IST

મુંબઈઃ IPLમાં તારીખ 5 એપ્રિલે પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ સામે જીત મેળવી હતી. આ મેચમાં RRને 5 રનથી હરાવ્યા બાદ ટીમની માલિક અને બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પંજાબ કિંગ્સના ખેલાડીઓની પ્રશંસા કરી હતી. અભિનેત્રીએ ટીમના કેપ્ટન શિખર ધવન અને ટીમના અન્ય સભ્યો માટે એક તસવીર પણ શેર કરી છે.

આ પણ વાંચો:Satya Prem Ki Katha Shooting: કાશ્મિરમાં 'સત્ય પ્રેમ કી કથા'નું શૂટિંગ, જુઓ કાર્તિક કિયારાની સુંદર તસવીર

અભિનેત્રીએ તસવીર કરી શેર: સોશિયલ મીડિયા પર પંજાબ કિંગ્સની ટીમ સાથેની એક તસવીર શેર કરતા પ્રીતિ ઝિંટાએ કેપ્શનમાં લખ્યું, 'ગુવાહાટીમાં ગઈકાલે રાત્રે કેટલી રોમાંચક રમત અને શાનદાર જીત. આપણા યુવાનો સખત મહેનત કરી રહ્યા છે, તે સારી વાત છે. આત્મવિશ્વાસ સાથે હસતાં. તમારા પર ગર્વ છે સર આ IPLની શરૂઆત શિખરની શાનદાર કેપ્ટનશિપ અને 2 બેક ટુ બેક જીત સાથે કરવી સારી છે. તસવીરમાં શિખર ધવન સેલ્ફી લેતા જોઈ શકાય છે. ટીમની જીતની ઉજવણી કરતા પ્રીતિ ઝિન્ટા સાથે પ્રભસિમરન સિંહ સહિત ટીમના અન્ય સભ્યો તસવીરમાં જોવા મળે છે.

આ પણ વાંચો:Akanksha Dubey Suicide: આકાંક્ષા દુબે કેસમાં આરોપી સમર સિંહની અખિલેશ યાદવ અને શિવપાલ સાથે તસવીર આવી સામે

ક્રિકેટ સ્કોર:બુધવારે રમાયેલી IPL મેચમાં પંજાબે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 197 રન બનાવ્યા હતા. RRના નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 192 રન બનાવવામાં સફળ રહી હતી. શિખર ધવનની ઈનિંગની વાત કરીએ તો કેપ્ટનનું અણનમ પ્રદર્શન ટીમને સારા સ્કોર સુધી લઈ ગયું હતું. શિખર ધવને 56 બોલમાં 3 છગ્ગા માર્યા હતા અને 9 ચોગ્ગા ફટકારીને 86 રન કર્યા હતા. જ્યારે ઓપનર પ્રભસિમરન સિંહે પણ અડધી સદી ફટકારી હતી. પ્રભસિમરને 34 બોલમાં 3 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 60 રન બનાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details