હૈદરાબાદઃસાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અને 'બાહુબલી' સ્ટાર પ્રભાસના ફેન્સ માટે સારા સમાચાર છે. અભિનેતા લગ્ન કરવા જઈ રહ્યા છે. પ્રભાસ હાલમાં 43 વર્ષના છે અને તેના જીવનમાં હજુ સુધી કોઈ સુંદરીએ એન્ટ્રી લીધી નથી. આ દરમિયાન પ્રભાસના ચાહકો રાહ જોઈ રહ્યા છે કે, ક્યારે લગ્ન કરશે. હવે 'સાહો' સ્ટારે પોતે આ અંગે મૌન તોડ્યું છે. ગઈકાલે રાત્રે તેમની આગામી ફિલ્મ 'આદિપુરુષ'ની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં પ્રભાસે જણાવ્યું કે તે ક્યાં લગ્ન કરશે.
Prabhas Wedding: સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ અહીં લેશે સાત ફેરા, જાણો કોણ છે કન્યા ? - પ્રભસના લગ્ન
બાહુબલી સ્ટાર પ્રભાસે કહ્યું છે કે, તે લગ્ન કરશે. આ સાથે તેણે એ પણ જણાવ્યું કે, તે ક્યાં લગ્ન કરશે. આવી સ્થિતિમાં પ્રભાસના ફેન્સને જણાવી દઈએ કે બાહુબલીની વહુ કોણ છે. તારીખ 7 જૂનના રોજ આંધ્રપ્રદેશના તિરુપતિમાં આદિપુરુષ ફિલ્મની પ્રી-રિલીઝ ઈવેન્ટ હતી, જ્યાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરતી વખતે પ્રભાસે લગ્ન વિશે ખુલાસો કર્યો હતો.
અભિનેતા પ્રભાસના લગ્ન: હવે આ સમાચારે પ્રભાસના ચાહકોમાં ગભરાટ પેદા કરી દીધો છે અને તેઓ માત્ર એ જાણવા માંગે છે કે કોને પોતાની 'દેવસેના' બનાવીને ઘર લઈ જશે. ગઈકાલે રાત્રે આંધ્રપ્રદેશના તિરુપતિમાં આગામી ફિલ્મ 'આદિપુરુષ'ની પ્રી-રિલીઝ ઈવેન્ટમાં ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન પ્રભાસે ચાહકોને એક મોટી ખુશખબર આપી હતી. અહીં અભિનેતાએ ચાહકોની વચ્ચે કહ્યું કે, તે તિરુપતિમાં લગ્ન કરશે. હવે પ્રભાસના ફેન્સ એ જાણવા ઉત્સુક છે કે, તેમનો ફેવરિટ સ્ટાર કોની સાથે લગ્ન કરશે ?
જાણો દેવસેના કોણ ?: 'આદિપુરુષ' ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામના રોલમાં હશે, જ્યારે બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન મા સીતાના રોલમાં હશે. આ ફિલ્મ પછી, પ્રભાસ અને કૃતિના નામ એક સાથે જોડવામાં આવી રહ્યા છે. ભૂતકાળમાં એવા સમાચાર પણ આવ્યા હતા કે, પ્રભાસ અને કૃતિ એકબીજા સાથે લગ્ન કરશે. પછીથી ખબર પડી કે આ સાચા સમાચાર નથી. અહીં પોતાના લગ્ન વિશે વાત કરતા પ્રભાસે એ નથી જણાવ્યું કે, તે કોની સાથે અને ક્યારે લગ્ન કરશે.