મુંબઈ:'આદિપુરુષ' ન્યૂયોર્કમાં ટ્રિબેકા ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ માટે તૈયાર છે. તારીખ 18 એપ્રિલે ફિલ્મ નિર્માતાઓએ શેર કર્યું કે, ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર તારીક 13 જૂને સમારોહમાં થશે. ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત આદિપુરુષ એ એક પૌરાણિક નાટક છે, જે રામાયણ પર આધારિત છે. આ ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર પ્રભાસ ભગવાન રામ, કૃતિ સેનન સીતા અને સની સિંહ લક્ષ્મણના રોલમાં જોવા મળશે. સૈફ અલી ખાન આ ફિલ્મમાં રાવણની ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચો:Shah Rukh Khan: ફેમીલી સાથે શાહરૂખ ખાનની અદ્રશ્ય તસવીર, યુઝરે કહ્યું- 'પઠાણ પરિવાર'
ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ: પ્રીમિયર વિશે ઉત્સાહિત દિગ્દર્શક ઓમ રાઉતે કહ્યું કે, ''આદિપુરુષ કોઈ ફિલ્મ નથી તે એક લાગણી છે. તે આપણને એક સ્ટોરીનું વિઝન આપશે, જે ભારતની ભાવના સાથે વહેતી હશે. વિશ્વના પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાંથી એકની આદરણીય જ્યુરી, જેને હું હંમેશા જોવાની આકાંક્ષા રાખતો હતો. ટ્રિબેકા ફેસ્ટિવલમાં આ પ્રીમિયર ખરેખર મારા માટે તેમજ સમગ્ર ટીમ માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. તેણે કહ્યું કે, અમને વૈશ્વિક સ્તરે સ્ટોરી બતાવવાનો મોકો મળ્યો છે. તે આપણી સંસ્કૃતિમાં ઊંડે ઊંડે જડેલું છે. વર્લ્ડ પ્રીમિયરને પ્રેક્ષકોનો પ્રતિસાદ જોઈને અમે ખરેખર રોમાંચિત અને ઉત્સાહિત છીએ.