ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Project K release date: એક્ટિંગના બે 'બાહુબલી' એક જ ફિલ્મમાં, એક્ટ્રેસનું નામ વાંચી ચોંકી જશો - પ્રોજેક્ટ Kની રિલીઝ ડેટ

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને 'બાહુબલી' ફિલ્મના પ્રખ્યાત અભિનેતા પ્રભાસ 'પ્રોજેક્ટ K' ફિલ્મમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા નાગ અશ્વિન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મની રિલીઝ ડેટ શુભ મહાશિવરાત્રીના અવસર પર જાહેર કરવામાં આવી છે. જાણો અહિં ફિલ્મની રિલીઝ ડેટ.

Project K release date: ફિલ્મ 'પ્રોજેક્ટ K'ની રિલીઝ ડેટ જાહેર, જેમાં સદીના મહાનાયક અને બાહુબલી સાથે જોવા મળશે
Project K release date: ફિલ્મ 'પ્રોજેક્ટ K'ની રિલીઝ ડેટ જાહેર, જેમાં સદીના મહાનાયક અને બાહુબલી સાથે જોવા મળશે

By

Published : Feb 18, 2023, 1:00 PM IST

હૈદરાબાદ: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને બાહુબલીના ફેમસ હિરો પ્રભાસના ચોહકો માટે આવ્યા છે ખુશીના સમાચાર. આજે તારીખ 18 ફેબ્રઆરીના રોજ મહાશિવરાત્રીના શુભ દિવસે ફિલ્મ 'પ્રોજેક્ટ k'ની રિલીઝ ડેટ જાહોર કરવામાં આવી છે. આ વાતને લઈ ચાહકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નાગ અશ્વિન ફિલ્મ 'પ્રોજેક્ટ K'ના નિર્દેશક છે. આ ફિલ્મમાં દીપીકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો:Shehzada Release: 'શહજાદા'ની રિલીઝ માટે કાર્તિક ગયા સિદ્ધિવિનાયકના દર્શનાર્થે, તસવીર કરી શેર

પ્રોજેક્ટ K ફિલ્મ: દીપિકા-બિગ બી અને પ્રભાસ 'પ્રોજેક્ટ કે' સાથે સ્ક્રીન પર જોડી બનાવી રહ્યા છે. આ ફિલ્મને લઈને ઉત્તેજના ચરમસીમાએ પહોંચી ગઈ છે. આ ઉપરાંત ફિલ્મના કેટલાક ભાગોનું શૂટિંગ હૈદરાબાદના રામોજી ફિલ્મ સિટીમાં કરવામાં આવ્યું છે. દિગ્દર્શક નાગ અશ્વિનની 'સાય-ફાઇ' થ્રિલરની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. ત્યારે પ્રભાસ દીપિકા 'પ્રોજેક્ટ K'ની રિલીઝ ડેટ જહેર થઈ ગઈ છે.

ફિલ્મ રિલીઝ ડેટ: 'પ્રોજેક્ટ k' ફિલ્મ માટે અમિતાભ પહેલીવાર બાહુબલી તરીકે ફેમસ એવા પ્રભાસ સાથે જોડી બનાવી રહ્યા છે. બીજી તરફ, તે 'પીકુ' પછી વધુ એક વખત દીપિકા સાથે સ્ક્રીન શેર કરશે. નિર્માતાઓએ શનિવારે મહા શિવરાત્રીના દિવસે આ બહુપ્રતિક્ષિત ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત કરી છે. આ સાથે તેઓએ ફિલ્મનું પોસ્ટર પણ શેર કર્યું છે. આ પોસ્ટરમાં નિર્માતાઓ લખે છે, 'પ્રોજેક્ટ K' ફિલ્મ તારીખ 12મી જાન્યુઆરી 2024ના રિલીઝ થઈ રહી છે.' હેપ્પી મહા શિવરાત્રી.' પ્રભાસે પોતે પણ પોસ્ટર શેર કર્યું છે.

આ પણ વાંચો:Shahnawaz Pradhan Death: મિર્ઝાપુર ફેઈમ એક્ટરના અંતિમ સંસ્કાર, આવી રહી જર્ની

પ્રોજેક્ટ K ફિલ્મ સ્ટોરી: વિશે નિર્માતા સી અશ્વિની દત્તની મોટા બજેટની ફિલ્મના પોસ્ટર પરથી જાણવા મળે છે કે, નિર્માતા કાલ્પનિક દુનિયાની સ્ટોરી લઈને આવી રહ્યાં છે. તેઓ કહે છે કે, અગાઉ, નિર્માતાઓએ દીપિકાના જન્મદિવસ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. દીપિકાનો ફર્સ્ટ લુક ત્યાં સામે આવ્યો તે દિવસે સ્પષ્ટ થઈ ગયું કે આ ફિલ્મમાં બીજી દુનિયાની સ્ટોરી રજૂ કરવામાં આવશે. આ દિવસે પણ પોસ્ટરમાં એક વિશાળ હાથ જોવા મળ્યો હતો અને ત્રણ લોકો તેના તરફ બંદૂક તાકી રહ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો, આ ફિલ્મની સ્ટોરી વિજ્ઞાન, સાહિત્ય અને ચમત્કારોથી ભરપૂર હંશે.

ABOUT THE AUTHOR

...view details