મુંબઈઃ ફિલ્મ RRR એ આજે નવો ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મના ગીત નાટુ નાટુને શ્રેષ્ઠ ઓરિજનલ ગીત માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ MM કીરાવાણીને આપવામાં આવ્યો છે. આ વિશેષ સિદ્ધિ માટે દેશના PM નરેન્દ્ર મોદી (Narendra Modi congratulates RRR team)એ RRR મ્યુઝિક ડાયરેક્ટર MM કીરાવાણી ગોલ્ડન ગ્લોબ્સ ડિરેક્ટર SS રાજામૌલી (ss rajamouli golden globes), અભિનેતા રામ ચરણ, જુનિયર એનટીઆર સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
PM નરેન્દ્ર મોદીએ પાઠવ્યા અભિનંદન: PM નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું અને લખ્યું, 'હું MM કીરાવાણી, કાલ ભૈરવ, ચંદ્રબોઝ, રાહુલ સિપલીગંજને વિશેષ સિદ્ધિ માટે અભિનંદન આપું છું. હું SS રાજામૌલી, રામચરણ અને RRR મૂવીની સમગ્ર ટીમને પણ અભિનંદન આપું છું. આ પ્રતિષ્ઠિત સન્માને દરેક ભારતીયને ખૂબ જ ગૌરવ અપાવ્યું છે.'
આ પણ વાંચો:રણવીર સિંહ, દિશા પટણી અને સંગીતકાર પ્રીતમ સીએમ નવીન પટનાયકને મળ્યા
NTRએ આપી પ્રતિક્રિયા: ફિલ્મ RRR જુનિયર NTRએ મુખ્ય અભિનેતાએ પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, 'MM કીરવાણી સરને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે અભિનંદન. મેં મારી કારકિર્દી દરમિયાન ઘણા ગીત પર ડાન્સ કર્યો છે. પરંતુ 'નાટુ નાટુ' ગીત હંમેશા મારા દિલની નજીક રહેશે.' ફિલ્મના નિર્દેશક SS રાજામૌલી ગોલ્ડન ગ્લોબ્સે પણ તેમના ચાહકોનો આભાર માન્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું, 'હું દુનિયાભરના ચાહકોનો આભાર માનું છું, જેમણે ફિલ્મને રિલીઝ કર્યા પછી લોકપ્રિય બનાવી.'
આ પણ વાંચો:બ્લોકબસ્ટર મૂવી RRRને નાટુ નાટુ શ્રેષ્ઠ ઓરિજિનલ ગીત સાથે મળ્યો પ્રથમ ગોલ્ડન ગ્લોબ
MM કીરવાણીએ 'નાટુ નાટુ' કમ્પોઝ કર્યું: ફિલ્મ RRRનું ગીત 'નાટુ નાટુ' MM કીરવાણીએ કમ્પોઝ કર્યું છે. આ ગીત કાલ ભૈરવ અને રાહુલ સિપલીગંજે સાથે ગાયું છે. આ ગીત પ્રખ્યાત તેલુગુ ગીતકાર ચંદ્રબોઝે લખ્યું છે. આ ગીત યુક્રેનના મેરિન્સકી પેલેસ (યુક્રેનના રાષ્ટ્રપતિ મહેલ)માં શૂટ કરવામાં આવ્યું હતું. આ શૂટ રશિયા અને યુક્રેન યુદ્ધની શરૂઆત પહેલા થયું હતું. આ ગીતનું હિન્દી વર્ઝન 'નાચો નાચો'ના નામે રિલીઝ કરવામાં આવ્યું છે. જ્યારે તેને મલયાલમમાં 'કરિન્થોલ' અને કન્નડમાં 'હલ્લી નાટુ' તરીકે રિલીઝ કરવામાં આવી છે.