ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Pathaan Ticket cheaper: 'પઠાણ'ની ટિકિટ માત્ર 110માં, બોક્સ ઓફિસ પર 500Cr.નું કલેક્શન - પઠાણ ટિકિટ

પઠાણે બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. થિયેટરોમાં 'પઠાણ'નું ચક્રવાત આગળ વધી રહ્યું છે. જો તેમે ફિલ્મના બાદશાહ શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમના ચાહક હોય તો આપના માટે આવ્યાં છે ખૂશીના સમાચાર. જેમણે 'પઠાણ' ફિલ્મ ન જોઈ હોય તેઓ માટે ફિલ્મમેકર લાવ્યા છે, નવી ઓફર. હવે પઠાણની ટિકિટ ખૂબ જ સસ્તી થઈ ગઈ છે. જાણો પઠાણ ફિલ્મની ટિકિટ કેટલી સસ્તી કરવામાં આવી છે.

Pathaan Ticket cheaper: 'પઠાણ' 500 કરોડનો આંકડો પાર, ટિકિટ થઈ સસ્તી
Pathaan Ticket cheaper: 'પઠાણ' 500 કરોડનો આંકડો પાર, ટિકિટ થઈ સસ્તી

By

Published : Feb 16, 2023, 2:09 PM IST

મુંબઈઃજે તમે હજુ સુધી 'પઠાણ' ફિલ્મ ન જોઈ હોય તો આપના માટે આવ્યા છે સારા સમાચાર. 'પઠાણ' ફિલ્મના નિર્માતાઓએ ટિકિટ ખૂબ જ સસ્તી કરી દીધી છે. તારીખ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી કિંગ ખાનની ફિલ્મ પઠાણે વિશ્વભરમાં 663 કરોડ અને ઈન્ડિયામાં બોક્સ ઓફિસ પર 500 કરોડનો આંકડો પાર કરી લિધો છે. 'પઠાણ' શરુઆતના દિવસોમાં વિવાદના કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. આજે આ જ ફિલ્મ એક પછી એક નવા ઐતિહાસિક રેકોર્ડ બનવી રહ્યું છે. જાણો ફિલ્મ નિર્માતાઓએ ટિકિટનો ભાવ શું રાખ્યો છે ?

આ પણ વાંચો:Aamir And Javed: જાવેદ ખાન અમરોહીનું નિધન, આમિર ખાને 'લગાન'ના કો એક્ટરને આપી શ્રદ્ધાંંજલિ

પઠાણ બોક્સ ઓફિસ: બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'પઠાણ'એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે. આ ફિલ્મે 21 દિવસમાં વિશ્વભરમાં 600 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ક્યારેક ફિલ્મની ગતિ ધીમી પડી જાય છે તો ક્યારેક તે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. હવે શાહરૂખ ખાનના ચાહકો માટે સારા સમાચાર છે, જેમણે હજી સુધી થિયેટરોમાં 'પઠાણ' જોઈ નથી અને જેઓ આ ફિલ્મને માત્ર થિયેટરોમાં જ જોવા માંગે છે અને હજુ સુધી જોઈ નથી, તો આ સમાચાર તેમના માટે ખૂબ કામના છે. ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મની ટિકિટની કિંમત અડધાથી વધુ ઘટાડી દીધી છે.

Pathaan Ticket cheaper: 'પઠાણ' 500 કરોડનો આંકડો પાર, માત્ર 110માં ખરીદો ટિકિટ

પઠાણ ટિકિટ થઈ સસ્તી: ફિલ્મ નિર્માતાઓએ એક પોસ્ટ શેર કરીને દર્શકો માટે એક મોટા સારા સમાચાર આપ્યા છે. યશ રાજ બેનરે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં લખ્યું છે, 'પઠાણ ડે ઇનકમિંગ, પઠાણે નેશનલ બોક્સ ઓફિસ પર રૂપિયા 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ચાલો આ શુક્રવારની ઉજવણી PVR, INOX, સિનેપોલિસ અને અન્ય સહભાગી સિનેમાઘરોમાં માત્ર રૂપિયા 110માં સીધી 'પઠાણ' માટે ટિકિટ ખરીદીને કરીએ.

આ પણ વાંચો:Sukesh Chandrasekhar: મહાઠગ સુકેશનું દિલ બંધ જેલમાં ધબક્યું, જેકલીન અને નોરાને 'વેલેન્ટાઈન ડે'ની પાઠવી શુભેચ્છા

પઠાણ ફિલ્મ વિશે: ફિલ્મ 'પઠાણ' તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી અને હવે તારીખ 16 ફેબ્રુઆરીએ રિલીઝના 23માં દિવસે ચાલી રહી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 663 કરોડ અને સ્થાનિક બોક્સ ઓફિસ પર 500 કરોડનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મ 'પઠાણ' એ કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા અને ઘણા રેકોર્ડ બનાવ્યા છે. શાહરૂખ ખાન, જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'પઠાણ' એક્શનથી ભરપૂર ફિલ્મ છે. 'પઠાણ' શાહરૂખ ખાનના 30 વર્ષના ફિલ્મી કરિયરની પહેલી એક્શન ફિલ્મ છે, જે બ્લોકબસ્ટર સાબિત થઈ છે. હવે શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ 'જવાન'થી ધમાકો કરવાની તૈયારી કરી રહ્યો છે. આ ફિલ્મમાં અલ્લૂ અર્જુન કેમિયો કરતો જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details