મુંબઈ: શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ' જે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે. તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી પઠાણે 5 દિવસમાં 500 કરોડ રુપિયાનો વર્લ્ડવાઈડ આંકડો સરડતાથી પાર કરી લીધો છે. દેશ અને દુનિયાના થિયેટર દર્શકોથી ભરેલા છે. ફિલ્મ 'પઠાણ' બોક્સ ઓફિસ પર કમાણીની સુનામી લઈને આવી છે. થિયટરોમાં પઠાણની સામે કોઈ ફિલ્મ ટકી રહી નથી.
આ પણ વાંચો:Kapil Sharma Guru Randhawa album: કપિલ શર્મા ગુરુ રંધાવા સાથે કરશે સિંગિંગ ડેબ્યૂ
દિવસ 1 થી 5 દિવસની કમાણી:બોક્સ ઓફિસ પર 55 કોરડની કમાણી સાથે ઓપનિંગ કરનાર ફિલ્મ 'પઠાણે' માત્ર 5 દિવસમાં જ વિશ્વભરમાં 500 કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ ફિલ્મે પહેલા 4 દિવસમાં 400 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ વિશ્લેષક તરણ આદર્શના જણાવ્યા અનુસાર ફિલ્મે 5 દિવસે 65 કરોડ રુપિયાનું કલેકશન કર્યું છે.'પઠાણે' શરુઆતના દિવસે 55 કરોડ, બીજા દિવસે 70 કરોડ, ત્રીજા દિવસે 38 કરોડ, ચોથા દિવસે 51.4 કરોડ અને પાંચમાં દિવસે 65 કરોડનું કલેકશન કરીને સિનેમાઘરોમાં ધુમ મચાવી દીધી છે.
આ પણ વાંચો:Mandeep roy passes away: 500થી વધુ ફિલ્મોમાં કામ કરનાર કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટરનું હાર્ટ એટેકના કારણે નિધન
સૌથી ઝડપી કમાણી કરનાર ફિલ્મ: 'પઠાણ'નું ઈન્ડિયામાં સૌથી ઝડપી 250 કરોડનું ક્લેક્શન થયું છે. શાહરુખ ખાનની ફિલ્મ પઠાણે માત્ર 5 દિવસમાં 277 કરોડ રુપિયાની કમાણી કરીને ઈતિહાસ રચી દીધો છે. આ રેસમાં 'પઠાણે' 'KGF 2'(7 દિવસ), 'બાહુબલી 2' (8 દિવસ), 'દંગલ' (10 દિવસ), 'સંજુ' (10 દિવસ), 'ટાઈગર ઝિંદા હે' (10 દિવસ)ને પાછળ છોડી દીધા છે. હવે 'પઠાણ' ઘરેલુ બોક્સ ઓફિસ પર 300 કરોડની નજીક છે.
પઠામ ફિલ્મનું આજીવન કલેક્શન: ફિલ્મ અભિનેતા અને વિવેચક કમાલ આર ખાને ટ્વિટ પર શાહરૂખ ખાનને આપી હતી અગત્યની સલાહ. આ ટ્વિટને લઈ અલગ અલગ કોમેન્ટ આવી હતી. આ સાથે ફરી એક વાર શાહરૂખ ખાનના પઠાણને જોયા બાદ KRKએ કહ્યું, ''વો બાદશાહ અને હું ઝંડુ બામ છું'', આ ઉપરાંત 500 કરોડ કમાવાનો દાવો કર્યો હતો. 'પઠાણ'નું બોક્સ ઓફિસ કલેક્શન જોયા પછી, KRKએ ટ્વિટર પર જાહેરાત કરી છે કે, 'આ ફિલ્મનું આજીવન કલેક્શન 500 થી 600 કરોડનું રહેશે.'