ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Pathaan 1000 Crore Club: પઠાણ' બની 1000 કરોડની ક્લબમાં સામેલ થનારી 5મી ભારતીય ફિલ્મ, અહિં જુઓ લિસ્ટ - વિશ્વભરમાં પઠાણનું બોક્સ ઓફિસ કલેક્શન

સુપર સ્ટાર શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમના ચાહકો માટે આવ્યા છે ખુશીના સમાચાર. બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ' 1000 કરોડની ક્લબમાં સામેલ થનારી 5મી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આ યાદીમાં સૌથી ટોચ પર ફિલ્મ 'દંગલ' છે. જુઓ અહિં લિસ્ટ.

Pathaan 1000 Crore Club: પઠાણ' બની 1000 કરોડની ક્લબમાં સામેલ થનારી 5મી ભારતીય ફિલ્મ, અહિં જુઓ લિસ્ટ
Pathaan 1000 Crore Club: પઠાણ' બની 1000 કરોડની ક્લબમાં સામેલ થનારી 5મી ભારતીય ફિલ્મ, અહિં જુઓ લિસ્ટ

By

Published : Feb 21, 2023, 1:22 PM IST

મુંબઈઃશાહરુખ ખાનની 'પઠાણ' ફિલ્મ 1000 કરોડની ક્લબમાં સામેલ થઈ છે. પઠાણ ફિલ્મ તારીખ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. હજુ 1 મહિનો પણ પુરો થયો નથી, ત્યારે આ નવા સમાચારે શાહરુખના ચાહકોને ખુશ કરી દીધા છે. શાહરુખની ફિલ્મ પઠાણે એક પછી એક એમ નવા રોકોર્ડ બનાવ્યા છે. અત્યાર સુધી શાહરુખની જેટલી પણ ફિલ્મ બની તેમાંથી એક પણ ફિલ્મ આ યાદીમાં સામેલ થઈ નથી. શાહરુખની 'પઠાણ' પહેલી ફિલ્મ છે, જેે 1000 કરોડની ક્લબમાં સામેલ થઈ છે.

Pathaan 1000 Crore Club: પઠાણ' બની 1000 કરોડની ક્લબમાં સામેલ થનારી 5મી ભારતીય ફિલ્મ, અહિં જુઓ લિસ્ટ

આ પણ વાંચો:Sonu Nigam attack: મુંબઈમાં સિંગર સોનુ નિગમ પર હુમલો, ઘટના બાદ નોંધાવી ફરિયાદ

પઠાણ બોક્સ ઓફિસ: બોલિવૂડના 'બાદશાહ' શાહરૂખ ખાનનું શાસન ફરી એકવાર હિન્દી સિનેમા પર સ્થપાયું છે. શાહરૂખ ખાનની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ 'પઠાણ' એ ઈતિહાસ રચ્યો છે. શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' 1000 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. ફિલ્મે રિલીઝના એક મહિના પહેલા આ કારનામું કર્યું છે. 'પઠાણ' 1000 કરોડની ક્લબમાં સામેલ થનારી 5મી ભારતીય ફિલ્મ બની છે. આ લિસ્ટમાં હિન્દી સિનેમાની ફિલ્મ 'દંગલ' ટોપ પર છે.

શાહરુખની ફિલ્મનું કલેક્શન: 'પઠાણ' શાહરૂખ ખાનની કેટલીક એવી ફિલ્મો છે. જે બોક્સ ઓફિસ પર 'પઠાણ' જેવો કારનામું કરી શકી નથી. જેમાં વર્ષ 2013માં રિલીઝ થયેલી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'ચેન્નાઈ એક્સપ્રેસ' વિશ્વભરમાં 424.54 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 'પઠાણ' પહેલા શાહરૂખની ફિલ્મ ચેન્નાઈ એક્સપ્રેસ કિંગ ખાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. આ પછી 'હેપ્પી ન્યૂ યર' 383 કરોડ, 'દિલવાલે' 376.85 કરોડ અને 'રઈસ' વિશ્વભરમાં 281.44 કરોડનું કલેક્શન કર્યું છે.

1000 કરોડની ટોચની 5 ફિલ્મ:આમિર ખાન સ્ટારર 'દંગલ' ભારતીય સિનેમામાં અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. જે વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 2023.81 કરોડનું સૌથી વધુ કલેક્શન કર્યું હતું. ત્યાર બાદ 'બાહુબલી 2' 1810.59 કરોડ, 'KGF 2' 1235.20 અને 'RRR'એ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 1169 કરોડનું કલેક્શન કર્યું છે. હવે શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' પણ આ 1000 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1000 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

આ પણ વાંચો:Board Exams 2023 : શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા સંદર્ભે પાઠવ્યો સંદેશ, વિદ્યાર્થીઓને આપી આ સલાહ

પઠાણ 1000 કરોડના ક્લબમાં સામેલ: 'પઠાણ' શાહરૂખ ખાનના 30 વર્ષથી વધુના ફિલ્મી કરિયરની પહેલી ફિલ્મ છે. જે 1000 કરોડના ક્લબમાં સામેલ થઈ છે. આ પહેલા શાહરૂખ ખાનના 1000 કરોડના આંકડાને આજ સુધી કોઈ સ્પર્શી શક્યું નથી. 1000 કરોડની યાદીમાં માત્ર 4 ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 'પઠાણ' 1000 કરોડની કમાણી કરીને પાંચમા સ્થાને છે અને ટોપ 5ની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. જ્યારે સલમાન ખાનની ફિલ્મ 'બજરંગી ભાઈજાન' માત્ર 910 કરોડની કમાણી કરી શકી હતી.

ABOUT THE AUTHOR

...view details