ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Pasoori Nu Song OUT: 'સત્યપ્રેમ કી કથા'નું ગીત 'પસુરી નુ' રિલીઝ, અરિજિત સિંહનો જાદુ છવાયો - પસૂરી ગીત

તારીખ 26 જૂનના રોજ બોલિવુડના સ્ટાર કર્તિક આર્યન અને અભિનેત્રી કિયારા અડવાણી અભિનીત ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું ગીત 'પસૂરી નુ' રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત અરિજીત સિંહે ગાયું છે. આ ગીતના બોલ ઉર્દૂ અને પંજાબીમાં છે, પરંતુ તેનું હિન્દી વર્ઝનમાં બનાવવામાં આવ્યું છે. આ સોન્ગમાં ફિલ્મના નાયક અને નાયિકાની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

'સત્યપ્રેમ કી કથા'નું ગીત 'પસુરી નુ' રિલીઝ, અરિજિત સિંહના જાદુ છવાયો
'સત્યપ્રેમ કી કથા'નું ગીત 'પસુરી નુ' રિલીઝ, અરિજિત સિંહના જાદુ છવાયો

By

Published : Jun 26, 2023, 5:21 PM IST

મુંબઈઃફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'ની મોટી સફળતા બાદ હવે કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની જોડી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'માં જાદુ ચલાવી રહી છે. આ હિટ જોડીની આ ફિલ્મ તારીખ 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ પહેલા ફિલ્મનું વધુ એક ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું ગીત 'પસૂરી નુ' તારીખ 26 જૂને રિલીઝ થયું છે. આ ગીત પાકિસ્તાની ગાયકોનું ગીત છે, જેને ફિલ્મમાં અલગ રીતે રજૂ કરવામાં આવ્યું છે.

પસુરી નુ ગીત રિલીઝ: અદ્ભુત વાત એ છે કે, આ વખતે 'પસૂરી નુ' તેમના પાકિસ્તાની ગાયકોએ નહીં પરંતુ દેશના પ્રખ્યાત ગાયક અરિજિત સિંહ દ્વારા ગાયું છે અને તેને ગાયક તુલસી કુમાર દ્વારા સમર્થન મળે છે. અરિજિત સિંહ અને તુલસી કુમારે આ ગીત પોત-પોતાની સ્ટાઈલમાં ગાયું છે અને તેમના ફેન્સને પણ આ ગીત ઘણું પસંદ આવી રહ્યું છે.

હિન્દી વર્ઝન ગીત: ગીત પસુરીને પાકિસ્તાનના યુવા ગાયક અલી અને શી ગિલ દ્વારા તેમના મધુર અને હૃદય સ્પર્શી અવાજથી શણગારવામાં આવ્યું હતું. આ ગીત ભારતમાં કોક સ્ટુડિયો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. અસલ 'પસૂરી' ગીતના બોલ ઉર્દૂ અને પંજાબીમાં છે. હવે તેનું હિન્દી વર્ઝન લાવવામાં આવ્યું છે. પસૂરી ગીતને દેશ અને દુનિયામાં ઘણો પ્રેમ મળ્યો અને તે યુટ્યુબ પર ઘણું ફેમસ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આ ગીત પર લોકોનો અપાર પ્રેમ જોઈને તેને રિક્રિએટ કરવામાં આવ્યું હતું.

ગીતનો રેકોર્ડ બનાવ્યો: વર્ષ 2022 માં ગીત 'પસુરી'એ યુટ્યુબ પર સૌથી વધુ સાંભળેલા અને સર્ચ કરવામાં આવેલા ગીતનો રેકોર્ડ બનાવ્યો છે. સાજિદ નડિયાદવાલાએ સમીર વિદ્વાંસ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'નું નિર્માણ કર્યું છે. ફિલ્મમાં કાર્તિક અને કિયારાની સાથે ગજરાજ રાવ, સિદ્ધાર્થ રાંદેરિયા, અનુરાધા પટેલ, રાજપાલ યાદવ, સુપ્રિયા પાઠક કપૂર, નિર્મિત સાવંત અને શિખા તલસાનિયા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

  1. Deepika Padukone: દીપિકા પાદુકોણ 'પ્રોજેક્ટ K'ના શૂટિંગ માટે પહોંચી હૈદરાબાદ, એરપોર્ટ પર જોવા મળી
  2. Box Office Collection: 'જરા હટકે જરા બચકે' બોક્સ ઓફિસ પર 80 કરોડની નજીક પહોંચી
  3. Thalapathy : સાઉથના સુપરસ્ટાર વિજય વિરુદ્ધ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર ઘટના

ABOUT THE AUTHOR

...view details