મુંબઈ:પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નને હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ કપલ આજે તારીખ 24 સપ્ટેમ્બરે લીલા પેલેસમાં લગ્ન કરશે અને કાયમ માટે એકબીજાના બની જશે. તારીખ 23 સપ્ટેમ્બરના રોજ બંનેએ તેમના પોતાના કોન્સર્ટનું આયોજન કર્યું હતું, જે 90ના દાયકાની થીમ પર હતું. ડીજે નવરાજ હંસે તેમના સંગીત સાથે વરરાજા અને દુલ્હનની પ્રથમ તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તેમની બ્રાઈડલ મહેંદીની ઝલક પણ જોવા મળી હતી.
Parineeti Chopra Mehndi: રાઘવ ચઢ્ઢાની દુલ્હનની મહેંદી, તસવીર જોઈને તમે પણ કહેશો વાહ - પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા લીલા પેલેસ
બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાના લગ્ન ટૂંક સમયમાં થવા જઈ રહ્યા છે. ત્યારે લગ્ન પહેલા અભિનેત્રીના લગ્નની એક ઝલક સામે આવી છે, જેમાં તેમની સુંદર ડિઝાઈન કરેલી મહેંદી જોવા મળી રહી છે.
Published : Sep 24, 2023, 3:37 PM IST
પરિણીતી ચોપરાની મહેંદીની એક ઝલક: ડીજે નવરાજ હંસ દ્વારા શેર કરવામાં આવેલી બે તસવીરોમાંથી એકમાં પરિણીતીની મિનિમલિસ્ટિક બ્રાઈડલ મહેંદીની એક નાની ઝલક જોઈ શકાય છે. જ્યારે ઘણી કન્યાઓ તેમના લગ્નમાં આખા હાથ પર મહેંદી લગાવે છે, ત્યારે પરિણીતીએ તેમના લગ્ન માટે મહેંદી ડિઝાઈન પસંદ કરી હતી, જે ખૂબ જ સુંદર લાગે છે. તેમના હાથની પાછળની બાજુએ પણ શાનદાર ડિઝાઈન છે. પરિણીતી પહેલા બોલિવુડની ગંગુબાઈ ઉર્ફે આલિયા ભટ્ટે પણ તેમના લગ્ન માટે સાદી મહેંદી ડિંઝાઈન પસંદ કરી હતી.
જાણો લગ્નમાં કોણ હાજરી આપશે: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નમાં ફક્ત મિત્રો, પરિવાર અને સંબંધીઓ જ હાજરી આપશે. પરિણીતીના બ્રાઈડલ લહેંગા વિશે વાત કરીએ તો, તેમના લહેંગાને ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કરી છે. લગ્નની સમગ્ર થીમ સબટૈલ અને નૉન-ફ્લૈશી રાખવામાં આવી છે. મનિષ મલ્હોત્રા પણ ઉદયપુર આવી પહોંચ્યા છે. તેમણે પણ પોતાની શાનદાર તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી. તેઓ પોતાના દ્વારા ડિઝાઈન કરેલા ડ્રેસમાં જોવા મળ્યા હતા.