ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Parineeti Raghav Chadha Sangeet: સંગીત સેરેમનીમાંથી પરિણીતી-રાઘવની પહેલી તસવીર સામે આવી, જુઓ કપલની શાનદાર ઝલક

ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સંગીત સેરેમનીની પ્રથમ તસવીરો સામે આવી છે. આ તસવીરો શેર કર્યા બાદ તરત જ પેજ પરથી હટાવી દેવામાં આવી હતી. તમે આ તસવીરો અહીં જોઈ શકો છો.

સંગીત સેરેમનીમાંથી પરિણીતી-રાઘવની પહેલી તસવીર સામે આવી, જુઓ કપલની શાનદાર ઝલક
સંગીત સેરેમનીમાંથી પરિણીતી-રાઘવની પહેલી તસવીર સામે આવી, જુઓ કપલની શાનદાર ઝલક

By ETV Bharat Gujarati Team

Published : Sep 24, 2023, 4:46 PM IST

મુંબઈ: બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા આજે તારીખ 24 સપ્ટેમ્બરે ઉદયપુરના લીલા પેલેસમાં આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સાત ફેરા લેવા જઈ રહ્યા છે. અભિનેત્રીની આજે સાંજે ચૂડા, હલ્દી અને સંગીત સમારોહ પછી વિદાય થવા જઈ રહી છે. લગ્નમાં હાજરી આપવા માટે મનોરંજન અને રાજકારણીની મોટી હસ્તીઓ લીલા પેલેસ પહોંચી છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ગઈકાલે પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સંગીત સેરેમની યોજાઈ હતી. જેની તસવીરો સામે આવી છે. આ સંગીત સેરેમનીમાં પરિણીતી અને રાઘવ કેટાલ સુંદર દેખાઈ રહ્યાં છે.

સંગીત સેરેમનીમાંથી પરિણીતી-રાઘવની પહેલી તસવીર સામે આવી, જુઓ કપલની શાનદાર ઝલક

નવરાજ હંસે પરિણીતી-રાઘવને અભિનંદન પાઠવ્યા: તસવીરો શેર કરતાં નવરાજે લખ્યું છે કે, ''આરાધ્ય યુગલને અભિનંદન, તમે બંને એકબીજા માટે બન્યા છો, પરણિતી ચોપરા જી અને રાઘવ ચઢ્ઢા જી તમને સુખી લગ્ન જીવન, સંગીત સેરેમનીમાં તમારી સાથે પરફોર્મ કરવા માટે આતુર છું. શુભકામનાઓ મારા માટે આ એક મોટી તક છે. ભગવાન તમને દંપતીને આશીર્વાદ આપે.'' નવરાજ હંસ વિશે વાત કરીએ તો તેઓ લોકપ્રિય પંજાબી સિંગર હંસ રાજ હંસનો પુત્ર છે.

પરિણીતીના પરિવારે મહેમાનોનું સ્વાગત કર્યું: બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાના શાહી લગ્ન આજે રાજસ્થાનમાં છે. સવારથી જ ધાર્મિક વિધિઓ ચાલુ છે. વરરાજા રાઘવ તાજ લેક પેલેસથી લીલા પેલેસ માટે નીકળી ગયા હતા. શોભાયાત્રામાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ, પંજાબના CM ભગવંત માન, ક્રિકેટર હરભજન સિંહ સહિતની જાણીતી હસ્તીઓએ ભાગ લીધો હતો. લીલા પેલેસ પહોંચતા જ પરિણીતીના પરિવારે મહેમાનોનું શાહી અંદાજમાં સ્વાગત કર્યું હતું.

  1. Women Reservation Bill: બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ મહિલા અનામત બિલ પાસ થવા કહી મોટી વાત, તસવીર કરી શેર
  2. Ragneeti Wedding Update: પરણિતી રાઘવના લગ્નમાં મહેમાનોને સ્પેશિયલ Room Key અને ટેગ આપવામાં આવશે, જુઓ તસવીર
  3. Parineeti Chopra Mehndi: રાઘવ ચઢ્ઢાની દુલ્હનની મહેંદી, તસવીર જોઈને તમે પણ કહેશો વાહ

ABOUT THE AUTHOR

...view details