હૈદરાબાદ: પરેશ રાવલ એક એવા કલાકાર (Paresh Rawal birthday) છે જે કોઈપણ રોલમાં સરળતાથી ભળી જાય છે. તેમના નેગેટિવ પાત્રથી લોકોને ડરાવવાની વાત હોય કે પછી તેની ગંભીર ભૂમિકાથી લોકોને લાગણીશીલ બનાવવાની હોય કે પછી તેના કોમિક ટાઈમિંગથી દર્શકોને હસાવવાની વાત હોય, પરેશ દરેક પાત્રને એવી રીતે ભજવે છે કે જાણે કે પાત્રોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવ્યા હોય. તેણે પોતાની 40 વર્ષની કારકિર્દીમાં ઘણી યાદગાર ફિલ્મો (Paresh Rawal 40 years of memorable films) કરી છે. એક સારા એક્ટર હોવા ઉપરાંત તે ફેમિલી મેન પણ છે.
પરેશ રાવલ ઉજવી રહ્યા છે પોતાનો 67મો જન્મ દિવસ, જાણો તેમના વિશેની અજાણી વાતો આ પણ વાંચો:આમિર ખાન સ્ટારર 'લાલ સિંહ ચઢ્ઢા'નું ટ્રેલર લાગણીઓની આનંદદાયક સવારી, જૂઓ ટ્રેલર
કરિયરની શરૂઆત: પરેશ રાવલે વર્ષ 1985માં ફિલ્મ 'અર્જુન'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જોકે, તેને તેની અસલી ઓળખ વર્ષ 1986માં રિલીઝ થયેલી ફિલ્મ 'નામ'થી મળી હતી. તે પછી તે એક પછી એક ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.
પરેશ રાવલ ઉજવી રહ્યા છે પોતાનો 67મો જન્મ દિવસ, જાણો તેમના વિશેની અજાણી વાતો તેઓ BJPના સભ્ય રહી ચૂક્યા છે: ફિલ્મ સિવાય પરેશે રાજકારણના ક્ષેત્રમાં પણ એન્ટ્રી કરી છે. તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સભ્ય રહી ચૂક્યા છે.
પરેશ રાવલ ઉજવી રહ્યા છે પોતાનો 67મો જન્મ દિવસ, જાણો તેમના વિશેની અજાણી વાતો પરેશ રાવલની રસપ્રદ લવ સ્ટોરી: એક ઈન્ટરવ્યુમાં પરેશ રાવલે પોતે પોતાની રસપ્રદ લવ સ્ટોરી શેર કરી હતી. તેણે કહ્યું હતું કે, તે ફોર્મ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. જ્યારે તેણે તેના મિત્ર મહેન્દ્ર જોશીને આ વાત કહી અને કહ્યું - આ છોકરી મારી પત્ની બનશે. મહેન્દ્રએ તેને કહ્યું, તને ખબર છે કે તું જે કંપનીમાં કામ કરે છે તેના બોસની દીકરી છે. તો મેં કહ્યું, તે કોઈની દીકરી હોય, બહેન હોય, મા હોય, હું તેની સાથે લગ્ન કરીશ.
આ પણ વાંચો:ફિલ્મ નિર્માતા બોની કપૂરના ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ, સાયબર ફ્રોડમાં ગુમાવ્યા રૂપિયા લાખો રુપિયા
તેમના બે પુત્રો: પરેશ રાવલના લગ્ન લક્ષ્મીનારાયણ મંદિરમાં 1987માં થયા હતા. તેઓએ લગ્નનો સંપૂર્ણ આનંદ માણ્યો છે અને તેમને બે પુત્રો આદિત્ય અને અનિરુદ્ધ છે. પિતાની જેમ બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. આદિત્ય એક્ટર છે જ્યારે તેના ભાઈ અનિરુદ્ધે સુલતાન ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરે છે.