મુંબઈઃ ગુજરાતમાં હલચલ પૂરજોશમાં છે. આ દરમિયાન રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરી રહેલા ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને બોલિવૂડ અભિનેતા પરેશ રાવલે સોશિયલ મીડિયા પર આપેલા નિવેદને હોબાળો મચાવ્યો (Paresh Rawal Bengali comment) હતો. આ દરમિયાન અભિનેતાએ માફી માંગી (Paresh Rawal apologized) છે. ઘણા યુઝર્સે પરેશ રાવલના વિવાદાસ્પદ નિવેદનને બંગાળીઓ પર હુમલો અને અભદ્ર ભાષા ગણાવી હતી. આ પછી અભિનેતાએ માફી પત્ર લખીને કહ્યું કે, તેમનું નિવેદન ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિશે હતું.
બંગાળિઓ માટે માછલી આ ટિપ્પણી પર લોકો થયા ગુસ્સે, પરેશ રાવલે માંગી માફી
સોશિયલ મીડિયા પર અભિનેતા પરેશ રાવલે આપેલા નિવેદન (Paresh Rawal Bengali comment) પર હોબાળો મચ્યા બાદ અભિનેતાએ માફી માંગી (Paresh Rawal apologized) છે. ઘણા યુઝર્સે પરેશ રાવલના વિવાદાસ્પદ નિવેદનને બંગાળીઓ પર હુમલો અને અભદ્ર ભાષા ગણાવી હતી. આ પછી અભિનેતાએ માફી પત્ર લખીને કહ્યું કે, તેમનું નિવેદન ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિશે હતું.
પરેશ રાવલનું નિવેદન: પરેશ રાવલે કહ્યું હતું કે, ગુજરાતના લોકો મોંઘવારી સહન કરશે પરંતુ પડોશી બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને નહીં. આ નિવેદન માટે તેમની આકરી ટીકા થઈ હતી. આ પછી તેણે માફી માંગી લીધી છે. પરેશ રાવલે મંગળવારે વલસાડમાં કહ્યું હતું કે, 'ગેસ સિલિન્ડર મોંઘા છે પણ ભાવ ઘટશે. લોકોને રોજગારી પણ મળશે. પરંતુ શું થશે જ્યારે રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશીઓ દિલ્હીની જેમ તમારી આસપાસ રહેવાનું શરૂ કરશે. તમે ગેસ સિલિન્ડરનું શું કરશો ? શું તમે બંગાળીઓ માટે માછલી રાંધશો ?'.
પરેશ રાવલે માંગી માફી: ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે ગુરુવારે મતદાન થયું છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, 'અલબત્ત માછલીનો મુદ્દો નથી કારણ કે, ગુજરાતીઓ પણ માછલીને રાંધે છે અને ખાય છે. પરંતુ હું બંગાળી વિશે સ્પષ્ટ કરવા માંગુ છું કે, મારો મતલબ ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓ હતો. આમ છતાં જો મેં તમારી લાગણીઓને ઠેસ પહોંચાડી હોય તો હું માફી માંગુ છું.