ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

A R Rahman Chennai Concert: A R રહેમાને ચેન્નઈ કોન્સર્ટ ગેરવહીવટ પર મૌન તોડ્યું, ચાહકોને આપી આ સલાહ - એ આર રહેમાન ચેન્નઈ કોન્સર્ટ

ચેન્નઈમાં એઆર રહેમાનનો કોન્સર્ટ તારીખ 10 સપ્ટેમ્બરના રોજ યોજાયો હતો. આ કોન્સર્ટ દરમિયાન કેટલાક લોકો પાસે ટિકિટ હોવા છતાં પ્રવેશ દેવામાં આવ્યો ન હતો. આ અંગે એઆર રહેમાને પોતાના X એકાઉન્ટ પર નબળા મેનેજેન્ટ માટે ટીકાનો ભોગ બન્યા બાદ પ્રતિક્રિયા આપી છે.

ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાન
ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાન

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 2:24 PM IST

હૈદરાબાદ:ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાને આખરે તેમના તાજેતરના કોન્સર્ટમાં ગેરવહીવટ અને ભીડ હોવાના દાવાઓનો જવાબ આપ્યો છે. રહેમાને ચિંતા વ્યક્ત કરતા એવા ચાહકોને મદદ કરવાની ઓફર કરી જેઓ ચેન્નઈમાં તેમના કોન્સર્ટમાં હાજરી આપી શક્યા ન હતા. સોમવારે બપોરે રહેમાને X એકાઉન્ટ પર ચાહકોને તેમની ટિકિટની તસવીર તેમજ સ્થળ વિશેની તેમની ફરિયાદો મોકલવા વિનંતી કરી હતી. સંગીતકારે વચન આપ્યું હતું કે, તેમની ટીમ શક્ય તેટલી ઝપડથી સમસ્યાઓનું નિરાકરણ કરશે.

એઆર રહેમાને પ્રતિક્રિયા આપી: AR રહેમાને તારીખ 10 સપ્ટેમ્બરના રોજ મરાકુમા નેનજામ કાર્યક્રમમાં થયેલી ઘટનાની માફી માંગી માંગવા માટે X એકાઉન્ટનો સહારો લીધો હતો. કાયદેસરની ટિકિટ હોવા છતાં, જે લોકો મેદાનમાં પ્રવેશી શક્યા ન હતા તેઓને તેમની ટીમને ફરિયાદો સબમિટ કરવાનું કહ્યું હતું. તેમણે ભરપાઈ કરવાનું વચન પણ આપ્યું હતું. કારણ કે, ઘણા લોકોને પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.

સમસ્યાના સમાધાન માટે ખાતરી આપી: એઆર રહેમાને પોતાની પ્રતિક્રિયા આપતા X એકાઉન્ટ પર જણાવ્યું છે કે, ''પ્રિય ચેન્નઈ મક્કાલે, તમારામાથી જેમણે ટિકિટ ખરીદી છે અને કમનસીબે સંજોગોને કારણ પ્રવેશ કરી શક્ય નથી, કૃપા કરીને તમારી ટિકિટ ખરીદીની નકલ તમારી ફરિયાદો સાથે arr4chennai@btos.in પર શેર કરો. આમારી ટીમ જલદી જવાબ આપશે.''

કોન્સર્ટની નબળી વ્યવસ્થા:ચેન્નઈના આદિત્યરામ પેલેસમાં તારીખ 10 સ્પટેમ્બરના રોજ યોજાયેલ એઆર રહેમાનના કોન્સર્ટની નબળી વ્યવસ્થા માટે ટીકા કરવામાં આવી હતી. રહેમાને કોન્સર્ટ માટે ACTC ઈવેન્ટ્સ સાથે સહયોગ કર્યો હતો. અગાઉ તારીખ 12 ઓગસ્ટના રોજ નિર્ધારિત કર્યો હતો, પરંતુ ભારે વરસાદને કારણે રદ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તારીખ 10મી સપ્ટેમ્બરે કાર્યક્રમ યોજાયો હતો.

ચાહકો ગુસ્સે થયા હતા: કોન્સર્ટમાં 50,000 લોકો હાજરી આપે તેવી અપેક્ષા હતી. જોકે, ભીડને કારણે ઘણા લોકોને શોના કલાકો પહેલા સ્ટેડિયમમાં પ્રવેશ નકારવામાં આવ્યો હતો. જેમણે ટિકિટ લીધી હતી તેઓ ગેટની આસપાસ એકઠા થઈ ગયા હતા. પરિણામે નાસભાગ જેવું દૃશ્ય સર્જાયુ હતું. બાળકો અને વૃદ્ધો છૂટા પડી જવાની પરિસ્થિતી સર્જાઈ હતી, જેના કારણે પ્રશંસકોએ નિરાશા વ્યક્ત કરી હતી.

  1. Box Office Collection: શાહરુખ ખાન સ્ટારર 'જવાન' 2023માં 300 કરોડનો આંકડો પાર કરનારી ત્રીજી ફિલ્મ બની
  2. Ar Rahman Chennai Concert: ચેન્નઈમાં Ar રહેમાનના કોન્સર્ટમાં ચાહકોને કડવો અનુભવ થતાં આયોજકોની ટીકા કરી
  3. Gulmarg Festival 2023: વિકી કૌશલે ગુલમર્ગ ફેસ્ટિવલમાં કર્યો શાનદાર ડાન્સ, જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details