ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Box Office Collection: ભારતીય બોક્સ ઓફિસ પર ઓપેનહેમર ફિલ્મે મચાવ્યો હાહાકર, 3 દિવસમાં 50 કરોડની કમાણી - Oppenheimer ઓપનિંગ વીકએન્ડ કલેક્શન

હોલિવુડની પ્રખ્યાત ફિલ્મ 'ઓપેનહેમર' બોક્સ ઓફિસ પર ચોથા દિવસે ચાલી રહી છે. ક્રિસ્ટોફર નોલન નિર્દેશિત ફિલ્મે ઓપનિંગ ડેના દિવસે સારું પ્રદર્શન કર્યું હતું. કિલિયન મર્ફી અને એમિલી બ્લંડ સ્ટારર ફિલ્મ 3જા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. આ ફિલ્મ પરમાણુ શાસ્ત્રી ઓપેનહેમરની બાયોગ્રાફી છે.

ભારતીય બોક્સ ઓફિસ પર ઓપેનહેમર ફિલ્મે મચાવ્યો હાહાકર, 3 દિવસમાં 50 કરોડની કમાણી
ભારતીય બોક્સ ઓફિસ પર ઓપેનહેમર ફિલ્મે મચાવ્યો હાહાકર, 3 દિવસમાં 50 કરોડની કમાણી

By

Published : Jul 24, 2023, 10:43 AM IST

હૈદરાબાદ:ક્રિસ્ટોફર નોલનની ચર્ચિત 'ઓપેનહેમર' ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 50 કોરડ રુપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મ તારીખ 21 જુલાઈએ વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. 'ઓપેનહેમર' ફિલ્મના પહેલાની કમાણી કરતા ઓપનિંગ વિકેન્ડમાં થયેલી કમાણીમાં વધારો જોવા મળે છે. 'ઓપેનહેમર' સહિત ભારતમાં એક બીજી હોલિવુડ ફિલ્મ 'બાર્બી' ચાલી રહી છે.

બોક્સ ઓફિસ કલેક્શન: 'એપેનહેમર' ફિલ્મે 'બાર્બી' ફિલ્મને ભારતમાં પાછળ છોડી દીધી છે. હવે આ ફિલ્મે સાબિત કરી દીધુ છે કે, અપકમિંગ વિકેન્ડમાં 100 કરોડ રુપિયાનો આંકડો પાર કરી લેશે. જ્યારે બીજી બાજુ 'બાર્બી' ફિલ્મની ભારતમાં કમાણી ઓપેનહેમરની કમાણી કરતા અડધી પણ નથી. ફિલ્મની 3જા દિવસની કમાણીની વાત કરીએ તો, ઓપનહેમરે ભારતમાં તારીખ 23 જુલાઈ રવિવારે લગભગ 17.25 કરોડ રુપિયાની કમાણી કરી છે.

ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણી: બાહર ફિલ્મનું કુલ કલેક્શન 50 કરોડ રુપિયા થઈ ગયું છે. ભારતીય સિનેમાઘરોમાં 'ઓપેનહેમર' માટે 56.66 ટકા ઓક્યૂપેન્સી નોંધાયી છે. જ્યારે 'બાર્બી'એ ભારતમાં ઓપનિંગ વીકેન્ડ પર લગભગ 18 કરોડ રુપિયાની કમાણી કરી છે. 'ઓપેનહેમરે' વૈશ્વિક સ્તરે લગભગ 660 કરોડ રુપિયાનો બિઝનેસ કર્યો છે. જ્યારે 'બાર્બી'એ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર લગભગ 1272 કરોડિ રુપિયાની કમાણી કરી છે. વૈશ્વિક સ્તરે 'બાર્બી'એ 'ઓપેનહેમર'ને પાછડ છોડી દીધી છે.

ઓપેનહેમર ફિલ્મ વિશે: 'ઓપેનહેમર' પરમાણુ બમ્બના જનક જૂલિયસ રોબર્ટ ઓપેનહેમર પર આધારિત છે. વિશ્વયુદ્ધ દરમિયાન ઓપેનહેમરે વિશ્વનો પ્રથમ પરમાણુ બોમ્બ બનાવ્યો હતો, જે જાપાનના હિરોશિમા અને નાગાસાકી શહેર પર ફેંકવામાં આવ્યો હતો. આ દરમિયાન જાપાનમાં લગભગ અઢી લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 'બાર્બી' લેન્ડ પર બનેલી કોમેડી ડ્રામા ફિલ્મ છે.

  1. Palak Tiwari: ઈબ્રાહિમ અલી ખાનના હાથમાં પલક તિવારીનું જેકેટ જોવા મળ્યું, તસવીર વાયરલ
  2. Suriya Birthday: સુર્યાના જન્મદિવસ પર ફિલ્મ 'કંગુવા'ની ફર્સ્ટ ઝલક આઉટ, જુઓ વીડિયો
  3. Oppenheimer Controversy: 'ઓપેનહેમર' ફિલ્મ પર પ્રતિબંધની માંગ, ભગવદગીતા સાથે સંબંધિત એક દ્રશ્યને લઈ યુઝર્સો ગુસ્સે

ABOUT THE AUTHOR

...view details