હૈદરાબાદ: ક્રિસ્ટોફર નોલનની સાનદાર ફિલ્મ 'ઓપેનહેમર' ભારતીય બોક્સ ઓફિસ પર પોતાનો જલવો દેખાડી રહી છે. આ આ ફિલ્મ છઠ્ઠા દિવસે ચાલી રહી છે. 'ઓપેનહેમર'ની પાંચમાં દિવસની કામાણીમાં થોડ ઘટાડો જોવા મળ્યો હતો. પરમાણુ શાસ્ત્રી એપેનહેમરના જીવન પર આધારિત ફિલ્મે ગ્રેટા ગેર્વિગની 'બાર્બી' ફિલ્મને પાછળ છોડી દીધી છે.
બોક્સ ઓફિસ કલેક્શન: સેકનિલ્ક ટ્રેકર ઈન્ડસ્ટ્રીના જણાવ્યાં અનુસાર, પાંચમાં દિવસે રોબર્ટ જે ઓપેનરહેમરના જીવન પર આધારિત બાયોપિકે ભારતમાં બોક્સ ઓફિસ પર 6.25 કરોડની કમાણી કરી હતી. જે ચોથા દિસવના રુપિયા 7 કરોડ રુપિયાનું કલેક્શન કરતાં સહેજ ઓછી છે. નોલનની ફિલ્મે 'બાર્બી'ને 5માં દિવસના કલેક્શનમાં પાછળ છોડી દીધી હતી. 'બાર્બી'એ પાંચમાં દિવસે ભારતીમાં 2.30 કરોડની કમાણી કરી હતી.
ભારતમાં હોલિવુડ ફિલ્મ: શુરુઆતના સપ્તાહના અંતે 'ઓપનહેમરે' ભારતમાં 1923 સ્ક્રીન પર રુપિયા 60 કોરડ ભેગા કરતા રેકોર્ડ બનાવ્યો હતો. આ ક્રિસ્ટોફર નોલન ફિલ્મ માટે અત્યાર સુધીનો સૌથી વધુ ઓપનિંગ સપ્તાહાંત અને દેશમાં નોન ફ્રેન્ચાઈઝી હોલીવુડ ફિલ્મ માટે સૌથી વધુ છે. વૈશ્વિક સ્તરે યુએસ અને યુકે પછી ભારત ફિલ્મ માટે ત્રીજા સૌથી મોટા બજાર તરીકે સ્થાન ધરાવે છે.
ફિલ્મના કલાકારોની ભૂમિકા: ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, 'ઓપેનહેમર'માં સિલિયન મર્ફી રોબર્ટ જે. ઓપેનહેમરની ભૂમિકામાં છે, જે અણુ બોમ્બના વિકાસ પાછળ મુખ્ય વ્યક્તિ છે. ફિલ્મમાં 'ઓપેનહેમર'ની પત્ની કિટ્ટી 'ઓપેનહિમર' તરીકે એમિલી બ્લન્ટ સામેલ છે. જ્યારે મેનહટન પ્રોજેક્ટ ડિરેક્ટર લેસ્લી ગ્રોવ્સ જુનિયર તરીકેની ભૂમિકામાં છે અને મેટ ડેમન ફ્લોરેન્સ પુગ 'ઓપેનહેમર'ની ભૂરપૂર્વ મંગેતર, મનોચિકિત્સક તરીકેની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મમાં એટોમિક એનર્જી કમિશનના ભૂતપૂર્વ વડા લુઈસ સ્ટ્રોસ તરીકે રોબર્ટ ડાઉની જુનિયર પણ જોવા મળે છે.
- Dono Teaser Out: સની દેઓલના નાના પુત્ર રાજવીરની બોલિવુડમાં એન્ટ્રી, ફિલ્મ 'દોનો'નું ટીઝર રિલીઝ
- Lgm Film: ચેન્નઈમાં 'lgm' ફિલ્મ પ્રેસ મીટ યોજાઈ, સાક્ષીએ અભિનય વિશે કહી મોટી વાત
- સામંથા રુથ પ્રભુ ઈન્ડેનેશિયામાં વેકેશનની મજા માણી રહી છે, તસવીર કરી શેર