હૈદરાબાદ: સિલિયન મર્ફી અને એમિલી બ્લન્ટ સ્ટારર બાયોગ્રાફીકલ 'ઓપેનહેમર' ભારતમાં પ્રખ્યાત થઈ ગઈ છે. ભારતીય દર્શકોથી લઈને બોલિવુડ સ્ટાર વચ્ચે 'ઓપેનહેમર' ફિલ્મની ચર્ચા વધી રહી છે. આ ફિલ્મ તારીખ 5 જુલાઈએ રિલીઝ થઈ હતી અને આજે તે બોક્સ ઓફિસ તારીખ 25 જુલાઈએ 5માં દિવસે ચાલી રહી છે. ફિલ્મનો બેક્સ ઓફિસ પર પ્રથમ સોમવાર કેવો રહ્યો ? અને ચોથા દિવસે ભારત અને દુનિયામાં કેટલી કમાણી કરી. તેના પર એક નજર કરીએ.
Oppenheimer biopic: 'ઓપેનહેમર' ભારતીય બોક્સ ઓફિસ પર હિટ, ચોથા દિવસે આટલી કમાણી - ઓપનહેમર બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 4
ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ 'ઓપનહેમર' ભારતીય બોક્સ ઓફિસ પર તુફાન મચાવી રહી છે. પરમાણુ શાસ્ત્રી 'ઓપેનહેમર' પર બનેલી આ ફિલ્મે ભારતમાં 'બાર્બી'ને પાછળ છોડી દીધી હતી. પરંતુ વૈશ્વિક સ્તરે 'બાર્બી' ફિલ્મની કમાણી ઓપેનહેમર કરતા વધુ હતી. તો ચાલો એક નજર કરીએ 'ઓપેનહેમર'ના ચોથા દિસવની કામાણી પર.
ઓપનહેમર બોક્સ ઓફિસ: 'ઓપેનહેમર'ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, ચાર દિસવમાં ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 50 કરોડ રુપિયાને પાર કરી ગયું છે. એટલું જ નહિં પરંતુ ભારતમાં આ ફિલ્મ 1923 સ્ક્રીન્સ પર ચાલી રહી છે. પ્રારંભિક આંકડાઓ અનુસાર, ફિલ્મે ચોથા દિસવે એટલે કે, ભારતમાં તેના પેહલા સોમવારે 7 કરોડ રુપિયાની કમાણી કરી છે. ભારતમાં ફિલ્મનું ચાર દિવસનું કલેક્શન 55.75 કરોડ રુપિયા થઈ ગયું છે. સોમાવારે થિયેટરોમાં 21.07 ઓક્યુપેન્સી નોંધાઈ હતી.
ફિલ્મની સ્ટાર કાસ્ટ: 'ઓપેનહેમરે' ભારતમાં ફ્કત પ્રથમ દિવસે જ પ્રભવાશાળી કમાણી કરી છે. જોકે, ચોથા દિવસે ફિલ્મના કમાણીમાં ઘટાડો થયો હતો. આ બયોપિક બીજા વિશ્વ યુદ્ધના તોફાની યુગ દરમિયાનની છે. જે રોબર્ટ ઓપેનહેમરને પરમાણુ બોમ્બના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ફિલ્મમાં ફ્લોરેન્સ પુગ, એમિલી બ્લન્ટ, રોબર્ટ ડાઉની જુનિયર, મેટ ડેમન, જોશ હાર્ટનેટ, કેસી એફ્લેક, રામી મલેક અને કેનેથ બ્રાનાઘ જેવા માહાન કલાકારો સામેલ છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ચાહકોને મંત્રમુગ્ધ કર્યા છે.
- Jawan New Poster: 'જવાન'માંથી વિજય સેતુપતિનો ફર્સ્ટ લુક આઉટ, વિલનની ભૂમિકામાં જોવા મળશે સાઉથ સુપરસ્ટાર
- Ashutosh Rana Visit Ujjain: મહાકાલના મંદિરે પહોંચ્યા આશુતોષ રાણા, દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા
- Yashpal Sharma: યશપાલ શર્મા ગ્વાલિયારમાં ફિલ્મના પ્રમોશન માટે પહોંચ્યા, કહ્યું ટોલિવુડે બોલિવુડને માર્યો થપ્પડ