ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Oppenheimer: 'ઓપેનહેમર' ફિલ્મે 70 કરોડનો આંકડો કર્યો પાર, કરણ જોહરની ફિલ્મ સાથે ટક્કર

ક્રિસ્ટોફર નોલનની તાજેતરમાં રિલઝી થયેલી 'ઓપેનહેમર' ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર 70 કરોડ રુપિયાનો આંકડો વટાવી ગઈ છે. આ ફિલ્મે પ્રથમ વિકમાં સારું પ્રદર્શન કર્યું છે. ત્યારે હવે ફિલ્મ નિર્માતા કરણ જોહરની ફિલ્મ 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ ગઈ છે. હવે 'ઓપેનહેમર' માટે બોક્સ ઓફિસ પર મોટો પડકાર છે.

'ઓપનહેમર' ફિલ્મે 70 કરોડનો આંકડો કર્યો પાર, કરણ જોહરની ફિલ્મ સાથે ટક્કર
'ઓપનહેમર' ફિલ્મે 70 કરોડનો આંકડો કર્યો પાર, કરણ જોહરની ફિલ્મ સાથે ટક્કર

By

Published : Jul 28, 2023, 11:01 AM IST

Updated : Jul 28, 2023, 12:29 PM IST

હૈદરાબાદ: સિલિયન મર્ફી દ્વારા અભિનીત 'ઓપેનહેમરે' ભારતીય બોક્સ ઓફિસ પર પ્રથમ સપ્તાહમાં ખુબ જ સારું પ્રદર્શન કર્યું છે. ભૌતિક શાસ્ત્રી અને મેનહટન પ્રોજેક્ટના નિર્દેશનક 'ઓપેનહેમર'ના જીવન પર આધારિત ક્રિસ્ટોફર નોલનની ફિલ્મે ભારતીય બાજરમાં સારો બિઝનેસ કરવામાં સફળ રહી છે. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં 70 કરોડની કમાણી કરી લીધી છે. ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ 'ઓપેનહેમર' અને ગ્રેટા ગેગરવિગની 'બાર્બી' આ બન્ને ફિલ્મ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર એક દિવસે રિલીઝ થઈ હતી. આ બન્ને ફિલ્મ વચ્ચે જબરદસ્ત સ્પર્ધા જોવા મળી હતી.

બોક્સ ઓફિસ કલેકશન: 'ઓપેનહેમર' અને 'બાર્બી' ફિલ્મ પ્રથમ સપ્તાહમાં બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ છે. ટ્રેકર સેકનિલ્કના જણાવ્યાં અનુસાર, 'ઓપેનહેમર' ફિલ્મે તેમના છઠ્ઠા દિવસે ભારતીય બોક્સ ઓફિસ પર કુલ 67.85 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મે સાતમાં દિવસે 5.25 કરોડ રુપિયા એકત્રિત કર્યા હતા. આમ ભારતીય બોક્સ ઓફિસ પર સાતમાં દિસવનું કુલ કલેક્શન 73.15 કરોડ રુપિયા થઈ ગયું છે.

બોક્સ ઓફિસ ચેલેન્જ: 'ઓપેનહેમર' ફિલ્મે બીજા અઠવાડિયામાં પ્રેવેશ કર્યો છે. હવે ફિલ્મ સામે એક મોટો પડકાર ઉભો થયો થયો છે. કરણ જોહરની 'રોકી ઓર રાની કી પ્રેમ કહાની' ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ સાથે ઓપેનહેમરની બોક્સ ઓફિસ પર ટક્કર થશે. કરણ જોહરની ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ શાનદાર અંદાજમાં જોવા મળી રહ્યાં છે.

ત્રીજા નંબરનું બજાર: વૈશ્વિક સ્તરે 'બાર્બી' ફિલ્મ 'ઓપેનહેમર'ના પાછળ છોડી દીધી છે. 'બાર્બી'ની કમાણી ઓપેનહેમર કરતા બમણી છે. 'ઓપેનહેમર માટે ભારત એ ત્રીજા નંબરનું બજાર તરીકે સ્થાન ધરાવ છે, જે વૈશ્વિક સ્તરે કુલ કામાણીમાં ભારત 8 મિલિયન ડોલરનું યોગદાન ધરાવે છેે. જ્યારે યુનાઈટેડ સ્ટેટ 117 મિલિયન ડોલરનું યોગદા ધરાવે છે, જે સૌથી વધુ છે. જ્યારે યુકે 16 મિલિયન ડોલરનું યોગદાન ધરાવે છે, જે બીજા નંબરના બજાર તરીકેનું સ્થાન ધરાવે છે.

  1. Ranchi Civil Court: અભિનેત્રી અમિષા પટેલ પર કોર્ટે લગાવ્યો 500 રુપિયાનો દંડ, અહિં જાણો શું છે સમગ્ર ઘટના
  2. Har Har Mahadev Song OUT : OMG 2 નું ગીત 'હર-હર મહાદેવ' રિલીઝ, અક્ષય કુમાર મહાકાલના અવતારમાં જોવા મળ્યો
  3. Gadar 2's Trailer Launch Event: 'ગદર 2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં 'તારા સિંહ' થયા ભાવુક, આંસુ લૂછતી જોવા મળી સકીના
Last Updated : Jul 28, 2023, 12:29 PM IST

ABOUT THE AUTHOR

...view details